ક્લાસ વન ઓફિસર ડીઇઓ સાહેબ લોકોની વચ્ચે મંત્રીજીને પગે લગતા ચર્ચાઓ થઈ તેજ! જુઓ વિડિયો
વડોદરા શહેરમાં સાંસદ ખેલ મહોત્સવના આયોજનનો એક વિડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. માહિતી મુજબ, આ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ચં.ચી. મહેતા ઓડિટોરિયમ ખાતે વિધાનસભાના દંડક મંચ પર ઉપસ્થિત હતા. ત્યારે કાર્યક્રમમાં આવી પહોંચેલા ક્લાસ વન ઓફિસર જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અધિકારીઓ અને ઉપસ્થિત રાજકારણીઓમાં અચંબિત બન્યા હતા. જે સૌની ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
વડોદરામાં આયોજિત આ સાંસદ ખેલ મહોત્સવમાં અઢી લાખ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચ.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાઇને વિવિધ રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઓડિટોરિયમના હોલમાં મંચ પર વિધાનસભા દંડક બાળુ શુક્લ, રાજ્યમંત્રી મનીષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ, યુનિ. વીસી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે ત્યાં ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અન્ય સૌ મહાનુભાવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મંચ પર ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ક્લાસ વન ઓફિસર ડીઈઓ મહેશ પાંડેએ ચરણ સ્પર્શ કરતા આ હરકત ચર્ચાનો વિષય બની હતી. લોકો મુજબ અધિકારીએ પોતાના પદની ગરીમાને ઠેસ પહોંચાડી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp