ટેલિગ્રામના CEO પાવેલ દુરોવે પહેલીવાર પોતાનો પક્ષ રજૂ કર્યો, તેમના પર લાગેલા આરોપો પર આ કહ્યું

ટેલિગ્રામના CEO પાવેલ દુરોવે પહેલીવાર પોતાનો પક્ષ રજૂ કર્યો, તેમના પર લાગેલા આરોપો પર આ કહ્યું

09/07/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ટેલિગ્રામના CEO પાવેલ દુરોવે પહેલીવાર પોતાનો પક્ષ રજૂ કર્યો, તેમના પર લાગેલા આરોપો પર આ કહ્યું

ટેલિગ્રામ કંપનીના સીઈઓ પાવેલ દુરોવે તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા અને એપના વિકાસ સાથે જોડાયેલી માહિતી પણ આપી. હાલમાં, પાવેલ દુરોવની સમસ્યાઓ ઓછી થતી જણાતી નથી પરંતુ તેમણે કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે એપમાં સુરક્ષા સંબંધિત સુધારા કરવામાં આવે, કામ ચાલુ છે અને ટૂંક સમયમાં હું તમને વિકાસ વિશે અપડેટ કરીશ.

ક્લાઉડ બેસ્ટ પ્લેટફોર્મ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની મુશ્કેલીઓનો અત્યારે અંત આવતો હોય તેમ લાગતું નથી. ફ્રાન્સમાં તેમની ધરપકડ બાદ, ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે હવે પહેલીવાર વિશ્વ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે ટેલિગ્રામ કંપનીના સીઈઓ પાવેલ દુરોવની એપ પર ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને મંજૂરી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.


પોસ્ટ શેર કરી કર્યો બચાવ.

પોસ્ટ શેર કરી કર્યો બચાવ.

ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે તાજેતરમાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે પોતાનો બચાવ કર્યો હતો અને તમામ આરોપોને ફગાવી દીધા હતા. આટલું જ નહીં, પાવેલ દુરોવે એમ પણ કહ્યું કે તેને વ્યક્તિગત રૂપે નિશાન બનાવવો જોઈએ નહીં. આ પોસ્ટમાં ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે કહ્યું કે જો પ્લેટફોર્મ પર કોઈ ત્રીજી વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય તો જૂના કાયદાનો ઉપયોગ કરીને કોઈ પર આરોપ લગાવવો યોગ્ય નથી, તે ખોટું છે.


એપને સુધારવા માટે કામ શરૂ

એપને સુધારવા માટે કામ શરૂ

પાવેલ દુરોવે કહ્યું કે, ટેક્નોલોજી વિકસાવવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, આવી સ્થિતિમાં જો કોઈ પણ ઈનોવેટરને પ્રોડક્ટ બનાવતી વખતે તેના મનમાં એવો ડર હોય કે જો તેની પ્રોડક્ટનો દુરુપયોગ થાય છે, તો તે સંભવિત દુરુપયોગ માટે જવાબદાર ગણાશે , તો કોઈ પણ ઈનોવેટર કોઈ પણ નવી પ્રોડક્ટ બનાવતા પહેલા વિચારશે અને કોઈ નવી પ્રોડક્ટ બનાવી શકશે નહિ

ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે એપમાં સુધારો થાય. આ સિવાય તેમણે કહ્યું કે કંપનીએ એપને સુધારવા માટે કામ શરૂ કરી દીધું છે અને જેવી આ પ્રક્રિયાને લઈને કોઈ ડેવલપમેન્ટ થશે તો તમને તેની જાણ કરવામાં આવશે અને હું જાતે જ તમારી સાથે શેર કરીશ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top