સંસદમાં અટક્યું વક્ફ બિલ, JPC પાસે મોકલવાનો પ્રસ્તાવ, સ્પીકર બનાવશે કમિટી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગુરુવારે (8 ઑગસ્ટ 2024) લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કર્યું હતું. વિપક્ષી દળોની નિંદા બાદ, લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ આ વક્ફ (સંશધન) બિલ, 2024ને જોઇન્ટ પાર્લિયામેન્ટ કમિટીને મોકલવાની ભલામણ કરી છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે અમે અમારી સરકાર તરફથી કહેવા માગીએ છીએ કે જોઇન્ટ પાર્લિયામેન્ટ કમિટી રચના કરીને આ બિલને ત્યાં મોકલવામાં આવે. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે આ કમિટી બનાવીને તેને મોકલી દો. હું તમામ નેતાઓ સાથે વાત કરીને જોઇન્ટ પાર્લિયામેન્ટ કમિટીની રચના કરીશ. કિરેન રિજિજૂએ કહ્યું કે હવે કોઈના અધિકારો છીનવી લેવા બાબતે ભૂલી જાઓવ. આ બિલના માધ્યમથી એ લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમને ક્યારેય ન્યાય મળ્યો નથી. અમે તેમના અધિકારો માટે લડીશું. કોઇ બિલમાં સંશોધન પહેલી વખત નથી થયો. આઝાદી બાદ ઘણી વખત સંશોધન કરવામાં આવ્યા છે.
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું, તેઓ (વિપક્ષ) મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે. ગત રાત્રિ સુધી મુસ્લિમ પ્રતિનિધિમંડળ મારી પાસે આવ્યા હતા. ઘણા સાંસદોએ મને કહ્યું છે કે માફિયાઓએ વક્ફ બોર્ડ પર કબજો કરી લીધો છે. કેટલાક સાંસદોએ કહ્યું છે કે તેઓ વ્યક્તિગત રીતે બિલને સમર્થન કરે છે, પરંતુ પોતાની રાજકીય પાર્ટીઓના કારણે એમ નહીં કહી શકે. અમે આ બિલ પર દેશ સ્તર પર વિચાર વિમર્શ કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp