Brazil President Lula da Silva on Trump Tariffs: અમેરિકામાં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ સતત ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આ બોમ્બ ફૂસ્સ થઈ જાય છે અને થોડા મહિનાઓ માટે લંબાવી દેવામાં આવે છે, હાલમાં જ 7 દેશો પર ટેરિફ બોમ્બ ફોડ્યો હતો, આ ટેરિફ ઓગસ્ટથી લાગૂ થશે. બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર મોરચે આક્રમક વલણ અપનાવ્યું અને પહેલા 7 દેશો પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ત્યારબાદ તેમણે બ્રાઝિલ પર પણ ટેરિફ બોમ્બ ફોડી દીધો અને સીધી 50 ટકા આયાત ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી દીધી. અગાઉ, તેમણે અલ્જેરિયા, ઇરાક, લીબિયા, શ્રીલંકા પર 30-30 ટકા, બ્રુનેઈ, મોલ્દોવા પર 25-25 ટકા અને ફિલિપાઇન્સ (20 ટકા) માટે ટેરિફની જાહેરાત કરી હતી. આ ડ્યુટી 1 ઓગસ્ટથી અમલમાં આવશે.
આ જાહેરાતના થોડા કલાકો બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ કડક પ્રતિક્રિયા આપતા આર્થિક પ્રતિશોધની ચીમકી આપી છે. રાષ્ટ્રપતિ સિલ્વાએ સ્પષ્ટ કહ્યું હતું કે, જો અમેરિકા બ્રાઝિલ પર એક તરફી આયાત ડ્યૂટી વધારશે, તો બ્રાઝિલ પણ તેના જવાબમાં પગલાં ઉઠાવશે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલથી આવતા ઉત્પાદનો પર 50 ટકા ભારે ટેરિફ (આયાત ડ્યૂટી) લગાવવાની જાહેરાત કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સાથે થઈ રહેલા વર્તનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોલસોનારો હાલમાં તખ્તાપલટનું કાવતરું ઘડવાના આરોપસર ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ લુલાના કાર્યાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કોઈપણ દેશ દ્વારા એકતરફી ટેરિફ વધારાનો જવાબ બ્રાઝિલ આર્થિક પારસ્પરિકતા કાયદા હેઠળ આપશે.’
આ નિવેદન સાથે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ વારની શક્યતા વધુ તેજ થઈ ગઈ છે. વાસ્તવમાં ટ્રમ્પે કહ્યું હતું કે બ્રાઝિલ પર લગાવવામાં આવેલો આ ટેરિફ બોલસોનારો સામેના કેસના વિરોધ અને અનુચિત વેપાર સંબંધોને કારણે છે. તેમણે આરોપ લગાવ્યો કે બ્રાઝિલ અમેરિકા સાથે નિષ્પક્ષ વેપાર કરી રહ્યું નથી.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા 50 ટકા આયાત ડ્યૂટીની જાહેરાત બાદ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ તીખો જવાબ આપ્યો છે. લૂલાના કાર્યાલયે એક કડક નિવેદન જાહેર કરતાં કહ્યું કે, ‘જો કોઈ દેશા એકતરફી ટેરિફ વધારે છે તો બ્રાઝિલ તેનો જવાબ પોતાના આર્થિક પારસ્પારિકતા કાયદા હેઠળ આપશે એટલે કે અમેરિકાથી આવતા ઉત્પાદનો પર સમાન કે જવાબી ડ્યૂટી લગાવી શકે છે. ટ્રમ્પની જાહેરાત બાદ લૂલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બ્રાઝિલ એક સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્ર છે અને તે કોઈ અન્ય દેશની દખલગીરી નહીં સ્વીકારે. બ્રાઝિલ એક સંપ્રભુ દેશ છે, જેની પોતાની સ્વતંત્ર સંસ્થાઓ છે. અમે કોઈ પણ પ્રકારની બાહ્ય દખલગીરી નહીં સ્વીકારીએ. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારો વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી પૂરી રીતે બ્રાઝિલની ન્યાયપાલિકાને આધીન છે અને તેના પર કોઈ બાહ્ય દબાવ સ્વીકારવામાં નહીં આવે.
તખ્તાપલટનું કાવતરું ઘડનારાઓ પર ચાલી રહેલા કેસ બ્રાઝિલની કોર્ટોનો વિષય છે અને તેમના પર ન તો કોઈ ધમકી અને ન કોઈ બાહ્ય હસ્તક્ષેપ અસર નાખશે. તેમણે એમ પણ કહ્યું કે, બ્રાઝિલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસા, આક્રમકતા કે નફરત ફેલાવવાનો નથી. બ્રાઝિલ કોઈ પણ પ્રકારે ઓનલાઇન હેટ સ્પીચ, જાતિવાદ, બાળ શોષણ કે અન્ય કોઈ પ્રકારના દુર્વ્યવહારને સહન નહીં કરે. દેશમાં કામ કરનારી બધી કંપનીઓ ભલે તે બ્રાઝિલિયન હોય કે વિદેશી, તેમણે બ્રાઝીલના કાયદાઓનું પાલન કરવું પડશે.
ટ્રમ્પએ બ્રાઝિલ પર અમેરિકન ચૂંટણીઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલાનો આરોપ લગાવતા ટેરિફ લગાવવાના ઔચિંત્ય ગણાવ્યું હતું. તેના પર લૂલાએ વળતોપ્રહાર કરતા કહ્યું કે, આ આરોપ નિરાધાર અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરનારા છે. તેમણે અમેરિકન વ્યાપાર નુકસાનના દાવાને પણ ફગવતા કહ્યું કે, છેલ્લા 15 વર્ષોમાં અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે વેપારમાં અમેરિકાને 410 અબજ ડોલરનો લાભ થયો છે. આ આંકડો પોતે અમેરિકન સરકારના આંકડાઓથી સિદ્ધ થાય છે.