મેં 500-650 છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા..’, આ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હાહાકાર

મેં 500-650 છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા..’, આ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હાહાકાર

06/12/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

મેં 500-650 છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા..’, આ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હાહાકાર

વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરો ખૂબ જ કૂલ હોય છે, તેઓ હંમેશાં એન્જોઈ કરે છે. તેમનું કલ્ચર પર તેમને આ રીતે એન્જોઇ કરવાની સ્વતંત્રતા આપે છે. એક શૉમાં, એક ભારતીય ક્રિકેટરે કહ્યું હતું કે બ્રાવોના લગ્ન થયા નથી, પરંતુ તેના બાળકો અને ઘણી ગર્લફ્રેન્ડ છે. ખેર, અહીં અમે એક એવા ક્રિકેટર બાબતે બતાવી રહ્યા છીએ, જેણે પોતે એક એવો ખુલાસો કર્યો હતો જેથી હાહાકાર મચી ગયો હતો. તેણે દાવો કર્યો હતો કે મારા લગભગ 600 છોકરીઓ સાથે સંબંધો બનાવ્યા .

અમે વાત કરી રહ્યા છીએ ટીનો બેસ્ટની, જેણે વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે 26 ટેસ્ટ અને 25 વનડે રમી હતી. ટીનોએ બાયોગ્રાફી 'માઇન્ડ ધ વિન્ડોઝ માય સ્ટોરી'માં ખુલાસો કર્યો હતો કે તેણે ક્રિકેટ રમવા દરમિયાન ઘણા દેશોમાં સેંકડો છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા હતા.


પ્લેબોય બન્યો ટીનો બેસ્ટ

પ્લેબોય બન્યો ટીનો બેસ્ટ

તેણે કહ્યું કે, ‘છોકરીઓ મને અને હું પણ તેમને પસંદ કરું છું. મને એવું લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર દેખાતો ટાલિયો વ્યક્તિ છું. ક્રિકેટર તરીકે હું જ્યાં પણ ગયો, મેં છોકરીઓ સાથે ડેટ કરી અને તેમની સાથે રાત વિતાવી. મને લાગે છે કે આ સમય દરમિયાન મારા લગભગ 500 થી 650 છોકરીઓ સાથે સંબંધો બનાવ્યા હતા.


ટીનો બેસ્ટે પોતાની પત્ની બાબતે શું લખ્યું?

ટીનો બેસ્ટે પોતાની પત્ની બાબતે શું લખ્યું?

તેમાં ટીનો બેસ્ટે પોતાની પત્ની બાબતે લખ્યું કે, ‘મારો પહેલો પ્રેમ મેલિસા હતી, જેનાથી મારી એક દીકરી તમની થઈ. પરંતુ પત્ની સાથે સંબંધ બગડતા ગયા. મારા મિત્રોએ મને કહ્યું કે જ્યારે હું બાર્બાડોસ માટે વિકેટ લઈશ, ત્યારે મારી પત્ની પાછી આવશે. મેં તેમ કર્યું, પરંતુ તે પાછી ન આવી, ત્યારબાદ હું પ્લેબોય બની ગયો. મને જે પણ છોકરીને પસંદ આવતી, પછી તે કોઈ પણ હોય, હું તેની સાથે વાત કરતો હતો. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટરે પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે તે જે છોકરી સાથે ડેટ પર જવા માગતો હતો તેને પસંદ કરતો હતો. હું અઠવાડિયામાં 5 કે 6 ડેટ પર જતો હતો, તે પણ અલગ-અલગ છોકરીઓ સાથે. મારે સતત મુસાફરી કરવી પડતી હતી, એક દિવસ અહીં તો બીજા દિવસે બીજે ક્યાંક. હું યંગ હતો અને મને આ જીવનશૈલી ગમતી હતી. સૌથી સારી છોકરીઓ ઓસ્ટ્રેલિયાની છે, તેઓ તેમની ફિટનેસ પર ધ્યાન આપે છે અને સુંદર શરીર છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top