Video: ક્લીન બોલ્ડ! માતાની બોલિંગ જોઈને શ્રેયસ ઐય્યરનો છૂટ્યો પરસેવો, લિવિંગ રૂમની મજેદાર મેચનો વીડિયો આવ્યો સામે
Shreyas Iyer shared a light-hearted video: ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐય્યરનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની માતાની બોલિંગ પર ક્લીન બોલ્ડ થઈ જાય છે. આ વીડિયો તેના ઘરની અંદર રમતી વખતે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યાં ઐય્યરની માતા તેને બોલિંગ કરી રહી હતી. આ વીડિયો IPLની ટીમ પંજાબ કિંગ્સ (PBKS) દ્વારા તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, 'પહેલી વાર, સરપંચને આઉટ થવાનો અફસોસ નહીં રહે.' આ કેપ્શન ઐય્યરના ચાહકો દ્વારા તેને આપવામાં આવેલા ‘સરપંચ’ ઉપનામ તરફ ઈશારો હતો, જે સામાન્ય તેના બોલ્ડ થઈ જવા પર નારાજ થઈ જાય છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો લાઈક્સ અને સેંકડો ટિપ્પણીઓ આવી છે. મોટાભાગના ચાહકોએ ઐય્યરની માતાના ક્રિકેટ પ્રત્યેના જુસ્સા અને ઉત્સાહની પ્રશંસા કરી. શ્રેયસ ઐય્યરને પંજાબ કિંગ્સે IPL 2025 મેગા ઓક્શનમાં 26.75 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. અને તે આ વિશ્વાસ પર ખૂબ જ સારી રીતે ખરો ઉતર્યો. તેણે ટૂર્નામેન્ટમાં 604 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 175.07 હતી. વર્ષ 2014 બાદ પહેલી વાર પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડી. જોકે, ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ અને રનર્સ-અપ રહી. પરંતુ સમગ્ર સીઝન દરમિયાન ઐય્યરનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું.
Only time SARPANCH won't mind getting bowled! 😂♥️ pic.twitter.com/jYUDd7DkD7 — Punjab Kings (@PunjabKingsIPL) June 30, 2025
Only time SARPANCH won't mind getting bowled! 😂♥️ pic.twitter.com/jYUDd7DkD7
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટેસ્ટ ટીમમાં શ્રેયસ ઐય્યરને સ્થાન મળ્યું નહોતું, જેના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ નારાજગી જોવા મળી હતી. જોકે, BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સ્પષ્ટ કર્યું કે હાલમાં ટીમમાં કોઈ સ્થાન ઉપલબ્ધ નથી. આમ છતા, ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઐય્યર જેવા ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીને ટીમમાંથી બહાર રાખવો એ આશ્ચર્યજનક નિર્ણય હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp