MCC on Akash Deep Controversial Delivery: આકાશ દીપે જો રુટને નો બૉલ પર આઉટ કર્યો? એજબેસ્ટનમાં હ

MCC on Akash Deep Controversial Delivery: આકાશ દીપે જો રુટને નો બૉલ પર આઉટ કર્યો? એજબેસ્ટનમાં હાર બાદ બોખલાયા છે અંગ્રેજ; MCCનો પણ આવ્યો જવાબ

07/09/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

MCC on Akash Deep Controversial Delivery: આકાશ દીપે જો રુટને નો બૉલ પર આઉટ કર્યો? એજબેસ્ટનમાં હ

MCC on Akash Deep Controversial Delivery: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટ શ્રેણીની એજબેસ્ટન ટેસ્ટમાં આકાશ દીપના બૉલ પર જો રૂટ ક્લીન બોલ્ડ થયો હતો, તેના વિવાદ પર વિવાદ થઇ ગયો હતો. અને આખરે હવે તેનો ઉકેલ આવી ગયો છે. ક્રિકેટ કાયદાઓની સત્તાવાર સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ પુષ્ટિ કરી છે કે બૉલ પૂરી રીતે કાયદેસર હતો, જેનાથી આ વિવાદનો અંત આવ્યો છે.


આકાશદીપના બૉલ પર થયો વિવાદ

આકાશદીપના બૉલ પર થયો વિવાદ

એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની બીજી ટેસ્ટમાં આકાશ દીપના બોલ પર વિવાદ થયો હતો, જેના પર જો રૂટ આઉટ થયો હતો. રિપ્લેમાં ભારતીય બોલરનો પાછળનો પગ રિટર્ન ક્રીઝની બહાર પડતો દેખાયો, જેને સામાન્ય રીતે નો-બૉલ માનવામાં આવે છે. ઘણા કોમેન્ટેટર્સ અને ફેન્સે ભાર આપ્યો કે આ બૉલ ખોટો (ગેરકાયદેસર) હતો. કોમેન્ટેટર એલિસન મિશેલે પણ જણાવ્યું કે આ વાસ્તવમાં બેકફૂટ નો બૉલ હતો, પરંતુ અમ્પાયરોએ તેને પકડ્યો નહોતો.

શનિવારે BBC ટેસ્ટ મેચ સ્પેશિયલમાં પર વાત કરતા એલિસન મિશેલે કહ્યું હતું કે, 'આકાશ દીપનો પાછળનો પગ રિટર્ન ક્રીઝની બહાર, લગભગ 2 ઇંચ કે તેથી વધુ બહાર પડ્યો હતો. પગ લાઇનની અંદર પડવો જોઈતો હતો, પરંતુ તે સ્પષ્ટ રૂપે બહાર હતો. છતા અમ્પાયરોએ તેની નોંધ ન લીધી.'

ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટ પણ કોમેન્ટ્રી દરમિયાન આ જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જોકે, રવિ શાસ્ત્રીને વિશ્વાસ હતો કે બૉલ બરાબર હતો. ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની અને શરાફુદ્દૌલા સૈકતે નિર્ણયને અકબંધ રાખ્યો અને થર્ડ અમ્પાયર પોલ રીફેલે પણ તેમાં હસ્તક્ષેપ કર્યો નહોતો.


હવે MCCએ આ મામલે આપી પ્રતિક્રિયા

હવે MCCએ આ મામલે આપી પ્રતિક્રિયા

MCCએ આ બાબતને સ્પષ્ટ કરી દીધી છે. MCCના પ્રવક્તાએ કહ્યું, 'ટેસ્ટ મેચના ચોથા દિવસે, આકાશ દીપના બૉલ અંગે સવાલ ઉભા થયા હતા, જેના પર જો રૂટ બોલ્ડ થયો કરતો હતો. કેટલાક ચાહકો અને કોમેન્ટેટરોને લાગ્યું કે તે નો-બૉલ હતો. તેના પાછળના પગનો કેટલોક ભાગ રિટર્ન ક્રીઝની બહાર જમીનને સ્પર્શતો જોવા મળ્યો હતો, છતા થર્ડ અમ્પાયરે નો-બૉલ આપ્યો નહોતો. MCC સંતુષ્ટ છે કે નિયમો અનુસાર આ નિર્ણય પૂરી રીતે યોગ્ય હતો. MCCએ નિયમ 21.5.1નો સંદર્ભ આપતા કહ્યું કે, ‘બૉલ ત્યારે જ માન્ય ગણવામાં આવશે જ્યારે બૉલ ફેંકતી વખતે બૉલરનો પાછળનો પગ રિટર્ન ક્રીઝની અંદર પડે અને તેને સ્પર્શ ન કરે.'

MCCએ વધુમાં કહ્યું, ‘MCC હંમેશાં તે ક્ષણને જમીન સાથે સંપર્કને પ્રથમ બિંદુ માન્યું છે, જ્યારે પાછલો પગ જમીન પર પડે છે. જેવો જ પગનો કોઈપણ હિસ્સો જમીનને સ્પર્શતા જ, તે લેન્ડિંગનો ક્ષણ હોય છે અને આ સમયે પગની સ્થિતિ જોઈને બેક-ફૂટ નો-બૉલ નક્કી કરવામાં આવે છે.’

MCCના પ્રવક્તાએ કહ્યું કે, સ્પષ્ટ રૂપે જે સમયે આકાશ દીપનો પગ પહેલી વખત જમીનને લાગ્યો ત્યારે પાછળનો પગ અંદર હતો અને રિટર્ન ક્રીઝને સ્પર્શી રહ્યો નહોતો. શક્ય છે કે તેના પગનો અમુક ભાગ પાછળથી ક્રીઝની બહાર જમીનને સ્પર્શી ગયો હોય, પરંતુ નિયમ મુજબ તે મહત્ત્વ ધરાવતું નથી. એટલે જે સમયે પગ જમીનને સ્પર્શ્યો તે ક્રીઝની અંદર હતો, અને એટલે આ બૉલ યોગ્ય માનવામાં આવ્યો.'

જો રૂટનું આઉટ થવું ઇંગ્લેન્ડ માટે મોટો ઝટકો હતો. 608 રનોના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે ચોથા દિવસે 50 રનોમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અંતે, આખી ટીમ 271 રનોમાં જ સમેટાઇ પડી. ભારતે આ મેચ 336 રનથી જીતીને 5 મેચોની શ્રેણી 1-1થી બરાબર કરી દીધી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top