Parliament Monsoon Session 2025: ‘ઓપરેશન સિંદૂર, મણિપુર, IT બિલ..., સંસદમાં ચર્ચા માટે ટાઈમ ફિક્સ
Parliament Monsoon Session 2025: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. સોમવાર પહેલો દિવસ હતો. ચોમાસુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી શરૂ થતા જ લોકસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે સોમવારે લોકસભાની કાર્યવાહી 3 વખત મુલતવી રાખ્યા બાદ દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભાની કાર્યવાહી પણ યોગ્ય રીતે શરૂ થઈ શકી નહોતી.
વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી. આવકવેરા બિલ 2025 પર પસંદગી સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ, લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ, પરંતુ પછી વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ હોબાળો શરૂ કર્યો, ત્યારબાદ કાર્યવાહી ફરીથી 2:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ રાજ્યસભામાં બિલ ઓફ લેડિંગ બિલ 2025 પસાર કરવામાં આવ્યું.
આગામી અઠવાડિયે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર 16 કલાક ચર્ચા થશે, જ્યારે રાજ્યસભામાં 9 કલાક ચર્ચા થશે. આ ઉપરાંત, આવકવેરા બિલ 2025 પર લોકસભામાં 12 કલાક ચર્ચા થશે. ભારતીય પોસ્ટ બિલ પર લોકસભામાં 3 કલાક ચર્ચા થશે. નેશનલ સ્પોર્ટ્સ બિલ પર 8 કલાક ચર્ચા થશે. મણિપુર બજેટ પર 2 કલાક ચર્ચા થશે. આ ઉપરાંત, TDP, ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચાની માગ કરી રહી છે. બીજી તરફ, ભાજપના નેતા અનુરાગ ઠાકુરે હિમાચલમાં વરસાદ અને પૂર પર ચર્ચાની માગ કરી છે.
બીજી તરફ, સોમવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સંસદ ભવનમાં એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન ઘણા બિલ રજૂ અને પસાર થવાની સંભાવના છે.
સંસદ સત્ર શરૂ થાય તે અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચોમાસુ સત્ર વિજયોત્સવ છે. આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિનું સ્વરૂપ જોયું છે. ઓપરેશન સિંદૂર પૂરી રીતે સફળ રહ્યું. આતંકવાદીઓના આકાઓના ઘરો 22 મિનિટમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા. 2014 અગાઉ મોંઘવારીએ દર બે આંકડામાં હતો અને આજે તે માત્ર 2 ટકા પર રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp