Surat: પિતાએ મોબાઈલ માટે ઠપકો આપતા 12માં ધોરણના વિદ્યાર્થી ટૂંકાવી લીધું જીવન

Surat: પિતાએ મોબાઈલ માટે ઠપકો આપતા 12માં ધોરણના વિદ્યાર્થી ટૂંકાવી લીધું જીવન

07/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: પિતાએ મોબાઈલ માટે ઠપકો આપતા 12માં ધોરણના વિદ્યાર્થી ટૂંકાવી લીધું જીવન

Surat News: અત્યારના બાળકોમાં સહનશક્તિ ખૂબ ઓછી જોવા મળી રહી છે. નાનકડી વાતને પણ બાળકો મગજ પર એટલી બધી હાવી કરી લેતા હોય છે કે તેઓ આત્મહત્યા જેવા પગલાં ભરી લેતા હોય છે. માતા-પિતા બાળકોને ઠપકો આપે તો એ બાળકોના જ સારા માટે હોય છે. એવું લાગી રહ્યું છે બાળકોમાં મોબાઇલનું વળગણ એટલું બધુ વધી ગયું છે કે તેઓ માત્ર સીમિત દુનિયામાં સમેટાઇ ગયા છે. આ વળગણ બાળકો માટે ભારે સાબિત થઈ રહ્યું છે. આવું જ કંઈક થયું સુરતમાં, જ્યાં એક પિતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા 12માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થિએ આત્મહત્યા કરી લીધી.


પિતા શાકભાજી વેચીને ચલાવે છે પરિવારનું ગુજરાન

પિતા શાકભાજી વેચીને ચલાવે છે પરિવારનું ગુજરાન

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢના વતની પપ્પુભાઈ યાદવ હાલમાં પાંડેસરા ગુજરાત હાઉિસંગ બોર્ડ પાસે આવેલા ક્રિષ્ના નગરમાં 2 સંતાન સિહતના પરિવાર સાથે રહે છે. તે ઘર નજીક આવેલી માર્કેટમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો પુત્ર સત્યમ (ઉંમર 17 વર્ષ) સ્થાનિક વિસ્તારમાં આવેલી સનફ્લાવર નામની શાળામાં ધોરણ 12મા સાયન્સમાં અભ્યાસ કરતો હતો.


વિદ્યાર્થી આખો દિવસ મોબાઇલમા વ્યસ્ત રહેતો હતો

વિદ્યાર્થી આખો દિવસ મોબાઇલમા વ્યસ્ત રહેતો હતો

સત્યમ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. એટલે તેના પિતાએ ઠપકો આપતા કહ્યું હતું કે, ‘તે સાયન્સ લીધું છે, તો ભણવામાં ધ્યાન આપ, આખો દિવસ શું મોબાઈલ વાપરે છે.’ આ વાતથી વિદ્યાર્થીને એટલું માઠું લાગી આવ્યું કે વિદ્યાર્થીએ ઝેર પીને આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યો. આ બાબતની જાણ થતા પરિવારે તેણે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. આ મામલે હવે પાંડેસરા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top