Gujarat: ચોમાસુ સત્ર અગાઉ CM ભુપેન્દ્ર પટેલ સામે મોટી મુશ્કેલી, આ મુદ્દે કોંગ્રેસ-AAPએ ખોલ્યો મ

Gujarat: ચોમાસુ સત્ર અગાઉ CM ભુપેન્દ્ર પટેલ સામે મોટી મુશ્કેલી, આ મુદ્દે કોંગ્રેસ-AAPએ ખોલ્યો મોરચો

07/22/2025 Gujarat

Parimal Chaudhari

Parimal Chaudhari
Author

Gujarat: ચોમાસુ સત્ર અગાઉ CM ભુપેન્દ્ર પટેલ સામે મોટી મુશ્કેલી, આ મુદ્દે કોંગ્રેસ-AAPએ ખોલ્યો મ

Gujarat Assembly Monsoon Session 2025: ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ રાજ્યમાં ફિક્સ પગારનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંને સંયુક્ત રીતે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરી રહ્યા છે. વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી મહિને થાય તેવી સંભાવના છે. એવામાં, સરકાર આ મુદ્દાને કેવી રીતે ઉકેલે છે તેના પર બધાની નજર છે. કોંગ્રેસ અને AAP અલગ છે, પરંતુ યુવાનો સાથે જોડાયેલા આ મુદ્દા પર બંને પાર્ટીઓએ પોતાનું વલણ એક કરી લીધું છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ફિક્સ પગારની વ્યવસ્થા છે. એ હેઠળ કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે. કોંગ્રેસનો દાવો છે કે અન્ય રાજ્યોમાં ફિક્સ પગાર 2 વર્ષ માટે છે, જ્યારે કેરળમાં આ સમયગાળો શૂન્ય છે. ફિક્સ પગારના મુદ્દે કોંગ્રેસ અને AAP આક્રમક થયા બાદ, સરકારની અંદર પણ આ મુદ્દા પર વિચાર-વિમર્શ શરૂ થયો છે કે તેને કેવી રીતે ઉકેલવામાં આવે.


મેવાણીની માગણીઓ શું છે?

મેવાણીની માગણીઓ શું છે?

કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ માગ કરી છે કે ગુજરાત સરકાર ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરે. મેવાણીનું કહેવું છે કે દાયકાઓથી આ વ્યવસ્થાઓ ભયંકર દમન અને શોષણનું કારણ બની રહી છે. રાજ્ય સરકાર કોઈપણ કિંમત પર આ વસ્તુઓને ખતમ કરે. તેઓ આ મુદ્દો રસ્તાઓથી લઈને સોશિયલ મીડિયા પર પણ ઉઠાવી રહ્યા છે. એવી ચર્ચા છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દો ઉઠાવી શકે છે. ગુજરાતમાં અમિત ચાવડાની નવા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાહુલ ગાંધીનો કાર્યક્રમ તૈયાર કરી રહી છે. મેવાણીએ સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે આગામી ચોમાસુ સત્રમાં ઓછામાં ઓછા એક લાખ લોકો ગાંધીનગર પહોંચે. હું ગૃહમાં તમારા માટે મારી બધી તાકાત લગાવી દઇશ.


ઇસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને પડકાર

ઇસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને પડકાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં ફિક્સ પગાર રદ કરવાના મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી પ્રતિક્રિયા માગી છે. ગઢવીએ કહ્યું છે કે, આજ સુધી તમે આ મુદ્દા પર તમારું મૌન તોડ્યું નથી. જો તમારી સરકારમાં તમારું જ ન ચાલતું હોય તો તમે રાજીનામું આપી દો અને લોકોના હીરો બની જાવ.

AAP તરફથી ગોપાલ ઇટાલિયા અને યુવરાજ સિંહ જાડેજા જેવા યુવા નેતાઓ આ મુદ્દા પર સક્રિય છે. ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરથી ધારાસભ્ય બની ગયા છે. તેઓ ચોમાસુ સત્રમાં આ મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે. તેઓ પોતે ભૂતકાળમાં ગુજરાત સરકારના કર્મચારી રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારમાં ફિક્સ પગારની સમયમર્યાદા 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવા પર મંથન ચાલી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top