Surat: 1, 2 કે 3 વખત નહીં સુરતનો નીલ 26 વખત નાપાસ થયો છતા P.hdની ડિગ્રી મેળવી
Nil Desai: ધોરણ 10 અને 12માં નાપાસ થવા અને પાસ થવાના ઘણા કિસ્સાઓ બાબતે સાંભળ્યું હશે. ઘણા બાળકોના એવા કિસ્સા હોય છે જે આપણના દીલને સ્પર્શી જાય છે. તો કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ તો નાપાસ થવા બદલ આત્મહત્યા કરવા જેવા પગલાં ઉઠાવી લે છે, પરંતુ એક એવા વ્યક્તિ બાબતે જાણકારી મળી છે જે 12માં ધોરણમાં 1, 2 કે 3 નહીં... પરંતુ 24 વખત નાપાસ થયો છે છતા તેણે હાર ન માની.
આપણે ઘણી વખત વિચારીએ છીએ કે જે લોકો ભણવામાં સારા નથી તેઓ જિંદગીમાં કંઈ ખાસ કરી નહીં શકે. સુરતમાં રહેતા નીલ દેસાઈ 12મા ધોરણની પરીક્ષામાં 26 વખત નાપાસ થયો છે, પરંતુ તેમ છતાં તેમણે ડૉક્ટરેટ (P.hd)ની ડિગ્રી હાંસલ કરી છે અને હવે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ વિના, તે હવે 80 ટકા મતો હાંસલ કરીને તાજેતરમાં થયેલી પંચાયતની ચૂંટણી જીતીને સરપંચ બન્યો છે. નીલ વર્ષ 2026માં 27મી વખત ધોરણ 12ની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો છે.
52 વર્ષીય નીલે વર્ષ 1989માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી. તેણે એન્જિનિયર બનવા માટે સાયન્સ ફેકલ્ટીમાં જવાનો નિર્ણય લીધો, પરંતુ વર્ષ 1991મા ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો. 2 વખત નાપાસ થયા બાદ પણ તેણે હાર ન માની. તેણે ધોરણ 10ના પરિણામના આધારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સમાં એડમિશન લીધું, જેને તેણે વર્ષ 1996મા પૂરું કર્યું. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ઇલેક્ટ્રિકલ વ્યવસાય શરૂ કર્યો. ત્યારથી તે આ વ્યવસાય સાથે-સાથે ધોરણ 12ની પરીક્ષા પણ આપી રહ્યો છે, પરંતુ તેને અત્યાર સુધી સફળતા મળી નથી. વર્ષ 2005માં ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરીને ડિપ્લોમા હોલ્ડરોને સીધા ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ નીલે કેમિસ્ટ્રીમાં B.sc અને M.sc પૂરું કર્યું. વર્ષ 2018માં તેણે P.hdમાં એડમિશન લીધું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp