Video: અંગ્રેજોના દેશમાં પણ ભારતનો જયજય કાર! PM નરેન્દ્ર મોદીનું લંડનમાં ઉષ્માભર્યું સ્વાગત, હાથોમાં તિરંગા સાથે લોકોએ લગાવ્યા ભારત માતા કી જયના નારા
PM Narendra Modi: લંડન પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓ હાથમાં તિરંગો પકડીને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. PM મોદીએ X પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો શેર કરતા લખ્યું- ‘બ્રિટનમાં ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું અભિભૂત છું. ભારતની પ્રગતિ પ્રત્યેનો તેમનો સ્નેહ અને જુસ્સો ખરેખર ઉત્સાહવર્ધક છે.’
ભારતીય સમુદાયના સભ્યોએ વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કર્યું. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓ હાથમાં તિરંગો પકડીને ભારત માતા કી જય અને મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. તો, PM મોદીએ હાથ જોડીને અને હાથ મળાવીને બધાના અભિવાદનનો સ્વીકાર કર્યો. PM મોદીએ આ યાત્રાને બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી માટે ફાયદાકારક ગણાવી છે. તેમણે કહ્યું કે તેનાથી રોજગાર અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.
લંડન પહોંચ્યા બાદ, PM મોદીએ X પોસ્ટમાં આ મુલાકાતના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, હું લંડન પહોંચી ગયો છું. આ મુલાકાત બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારીને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. અમારું ધ્યાન આપણા લોકો માટે સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા પર રહેશે. વૈશ્વિક પ્રગતિ માટે ભારત-બ્રિટનની મજબૂત મિત્રતા જરૂરી છે.
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS — Narendra Modi (@narendramodi) July 23, 2025
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS
આ વડાપ્રધાન મોદીની બ્રિટનની ચોથી મુલાકાત છે. તેમને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ તેઓ 2 દિવસ માટે માલદીવની યાત્રા પર જશે.
#WATCH | UK | Prime Minister Narendra Modi was welcomed and greeted by the members of the Indian Diaspora in London(Source: ANI/DD) pic.twitter.com/XM2PCj8ZPN — ANI (@ANI) July 23, 2025
#WATCH | UK | Prime Minister Narendra Modi was welcomed and greeted by the members of the Indian Diaspora in London(Source: ANI/DD) pic.twitter.com/XM2PCj8ZPN
કીર સ્ટારમેરે વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન મોદીની બ્રિટનની આ પહેલી મુલાકાત છે. વડાપ્રધાન બ્રિટિશ રાજા કિંગ ચાર્લ્સને પણ મળશે. આ તેમની બ્રિટનની ચોથી મુલાકાત છે. તેમને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે આમંત્રણ આપ્યું હતું. બ્રિટનમાં વડાપ્રધાન મોદી રક્ષા, વેપાર અને ટેક્નોલોજીમાં દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કરશે. ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ ડીલને ઔપચારિક રૂપ અપાવમાં આવશે. ત્યારબાદ તેઓ માલદીવ જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp