Bilawal Bhutto on Masood Azhar and Hafiz Saeed: ‘હાફિઝ શઈદને ભારતને સોંપવા તૈયાર’, બિલાવલ ભુટ્ટોનું મોટું નિવેદન; મસૂદ અઝહર પર પણ કહી આ વાત
Bilawal Bhutto on Masood Azhar and Hafiz Saeed: પાકિસ્તાનના નેતા અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ આતંકવાદી હાફિઝ સઈદને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદને સોંપવા તૈયાર છે. જો ભારત આ પ્રક્રિયામાં સહયોગ કરે તો. વાસ્તવમાં બિલાવલ ભુટ્ટો અલ જજીરાને એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા લોકોને સદ્ભાવનાના સંકેત તરીકે ભારતને સોંપી શકાય છે, ત્યારે ભુટ્ટોએ કહ્યું કે જો ભારત આ પ્રક્રિયામાં સહયોગ કરવા તૈયાર હોય, તો કોઈપણ સંબંધિત વ્યક્તિને પ્રત્યાર્પણ કરવામાં કોઈ અવરોધ નહીં આવે.
માત્ર બિલાવલ ભુટ્ટો જ નહીં, પરંતુ સરકાર, સેના અને અહીં સુધી કે આખું પાકિસ્તાન પણ જુઠ્ઠું બોલવામાં ખચકાતું નથી. આ જ કારણ છે કે જ્યારે ભારતે 26/11ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાનને આતંકવાદીઓની સંડોવણીના 1000થી વધુ ડોઝિયર્સ સોંપ્યા હતા, તો તેણે આતંકવાદીઓ સામે સામાન્ય કાર્યવાહી પણ કરી નહોતી.
તો હવે બિલાવલ ભુટ્ટો ઇન્ટરવ્યૂમાં ભારતના સહયોગની વાત કરી રહ્યા છે. ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી છે. મને વિશ્વાસ છે કે પાકિસ્તાન કોઈ પણ વાતનો વિરોધ નહીં કરે. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે બિલાવલને આતંકવાદીઓને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનના તન-મન-ધનથી સમર્થન, અસીમ મુનીરના ઉશ્કેરણીજનક નિવેદનો અને આતંકવાદ ફેલાવતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પુરાવા પર સવાલ પૂછવામાં આવ્યા તો તેઓ જવાબ પણ આપી ન શક્યા.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, હાફિઝ સઈદ પાકિસ્તાનમાં કસ્ટડીમાં છે અને તે આઝાદ ફરી રહ્યો નથી. તો મસૂદ અઝહર અંગે તેમણે કહ્યું કે તે પાકિસ્તાનમાં નથી. અફઘાન જિહાદના ઇતિહાસને જોતા મને લાગે છે કે તે અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. જો ભારત પાસે મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવાના કોઈ પુરાવા છે, તો માહિતી શેર કરો. અમે તેની ધરપકડ કરીશું.
ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ આતંકવાદને ફન્ડિંગના આરોપમાં પાકિસ્તાનની જેલમાં 33 વર્ષની સજા કાપી રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે હાફિઝ સઈદને પાકિસ્તાની સેના દ્વારા કડક સુરક્ષા આપવામાં આવી છે અને તે તેની નાપાક મંશાને અંજામ આપવાનો પ્રયાસ કરતો રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp