Gujarat ATS Arrested Four Terrorists: ગુજરાત ATSને મળી મોટી સફળતા, અલ-કાયદા સાથે જોડાયેલા 4 આતંકીઓને દબોચ્યા
Gujarat ATS Arrested Four Terrorists: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાંથી અલ-કાયદાના ભારતીય મોડ્યુલ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ATS દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ ફૈઝ, મોહમ્મદ ફરદીન, સૈફુલ્લાહ કુરેશી અને ઝીશાન અલી તરીકે થઈ છે. ગુજરાત ATS દ્વારા આ આતંકવાદીઓની ધરપકડને મોટી સફળતા માનવમાં આવી રહી છે. ગુજરાત ATSએ અગાઉ પણ અલ-કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા શંકાસ્પદોની ધરપકડ કરી છે. જૂન 2023માં પોરબંદરથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP) સાથે જોડાયેલા હતા.
ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ ભારતીય નકલી ચલણ સાથે જોડાયેલા છે. મળતી માહિતી મુજબ, અલ-કાયદાના સંપર્કમાં આવ્યા બાદ આ ચારેય ખૂબ જ કટ્ટરપંથી બની ગયા હતા. તેઓ વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરીને અન્ય લોકોને પણ જોડી રહ્યા હતા. ATSના જણાવ્યા અનુસાર, તેમના પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. લાંબી નજર રાખ્યા બાદ, આ ચારેયની ધરપકડ કરવામાં આવી છે.
ATSએ ગુજરાતની બહારના 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ગુજરાત ATSના DIG સુનિલ જોશીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. ATSએ કહ્યું છે કે ગુજરાતમાંથી ધરપકડ કરાયેલો આતંકવાદી FICN (નકલી ભારતીય ચલણી નોટ) મોડ્યુલ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ATSનું કહેવું છે કે અલ-કાયદાના ભારતીય મોડ્યુલનો ભાગ રહેલા આ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની અપેક્ષા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp