Rinku Singh And Priya Sarojs Wedding Postponed: રિન્કુ સિંહ આ વર્ષે પ્રિય સરોજ સાથે કેમ નહીં લે

Rinku Singh And Priya Sarojs Wedding Postponed: રિન્કુ સિંહ આ વર્ષે પ્રિય સરોજ સાથે કેમ નહીં લે 7 ફેરા, શું વાત આડે આવી ગઈ? સસરાએ બતાવ્યું કારણ

06/24/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Rinku Singh And Priya Sarojs Wedding Postponed: રિન્કુ સિંહ આ વર્ષે પ્રિય સરોજ સાથે કેમ નહીં લે

Rinku Singh And Priya Sarojs Wedding Postponed: સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિન્કુ સિંહના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તેમના ચાહકો આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ રિન્કુ સિંહને વરરાજા તરીકે જોવા માટે નવેમ્બરની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની રાહ હજી વધી ગઈ છે. રિન્કુ અને પ્રિયાના લગ્નની તારીખ મુલતવી રાખવામાં આવી છે. તેમના લગ્ન હવે નવેમ્બરમાં નહીં થાય. આ કુંડળીનું કારણ છે કે બીજું કંઈક... ચાલો જાણીએ.


આ રીતે પ્રેમ થયો, પછી...

આ રીતે પ્રેમ થયો, પછી...

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજની પ્રેમ કહાની લગભગ 4 વર્ષ અગાઉ દિલ્હીમાં શરૂ થઈ હતી. પ્રિયા સાથે રિન્કુનો પરિચય KKRના એક સાથી દ્વારા થયો હતો. તેઓ મિત્રો બન્યા અને સમય જતા તેમનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો, જે હવે જીવનભરના બંધનમાં ફેરવાઈ ગયો છે. 8 જૂનના રોજ સપાના સાંસદ અને રિન્કુ સિંહની સગાઈ થઈ હતી. બંનેએ લખનૌની એક હોટલમાં એક-બીજાની અંગૂઠી પહેરાવી હતી. પ્રિયાએ સગાઈ બાદ તસવીરો શેર કરતા લખ્યું કે, 3 વર્ષની રાહ જોયા બાદ આવેલી આ ક્ષણ કિંમતી છે.

બંને આ વર્ષે 18 નવેમ્બરે લગ્ન થવાના હતા. તેના માટે વેન્યૂ પણ નક્કી કરી લેવામાં આવ્યું હતું. બંને વારાણસીની હૉટેલ તાજમાં લગ્ન કરવાના હતા. જોકે, હવે સમાચાર આવ્યા છે કે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ કુંડળી નહીં, પરંતુ રિન્કુ સિંહની વ્યસ્તતા છે.


પ્રિયા સરોજના પિતાએ કહી આ વાત

પ્રિયા સરોજના પિતાએ કહી આ વાત

પ્રિયા સરોજના ધારાસભ્ય પિતાએ જણાવ્યું હતું કે, નવેમ્બરમાં થનારા લગ્ન ક્રિકેટને કારણે ટાળવામાં આવ્યા છે. એક વખત ક્રિકેટનું શેડ્યૂલ નક્કી થયા બાદ, લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે. રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન ફેબ્રુઆરી અથવા માર્ચમાં થશે. રિન્કુ સિંહના સસરાએ કહ્યું કે આગામી ઘરેલુ ક્રિકેટ ટીમમાં તેમના જમાઈની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. રિન્કુ સિંહ ક્રિકેટ ટૂર્નામેન્ટને કારણે વ્યસ્ત રહેશે, એટલે બંનેના લગ્ન ટાળી દેવામાં આવ્યા છે.


હવે લગ્ન ક્યારે થશે?

હવે લગ્ન ક્યારે થશે?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક સિક્સ પર સિક્સ ફટકારનાર રિન્કુ સિંહ હવે આખા દેશનો ચાહિતો છે. તેમના લગ્નની તારીખ મુલતવી રાખવાથી તેમના ચાહકોને નિરાશ થઇ શકે છે. પરંતુ સારી વાત એ છે કે આગામી વર્ષે બંને એકબીજા સાથે લગ્ન કરશે. આ માટે ફેબ્રુઆરીના અંત માટે હોટેલ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. હાલમાં બંનેના પરિવારોએ લગ્નની તૈયારીઓ બંધ કરી દીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top