DGCA Orders: AAIBના રિપોર્ટ બાદ DGCAએ બધા બોઈંગ વિમાનોને લઈને આપ્યો આ આદેશ

DGCA Orders: AAIBના રિપોર્ટ બાદ DGCAએ બધા બોઈંગ વિમાનોને લઈને આપ્યો આ આદેશ

07/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

DGCA Orders: AAIBના રિપોર્ટ બાદ DGCAએ બધા બોઈંગ વિમાનોને લઈને આપ્યો આ આદેશ

DGCA orders fuel control switch inspections on various Boeing aircraft by July 21: ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દેશમાં કાર્યરત તમામ એરલાઇન્સ, ખાસ કરીને બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનનો ઉપયોગ કરતી કંપનીઓને તેમની ફ્યૂલ કંટ્રોલ સ્વીચોના લોકિંગ મિકેનિઝ્મ તપાસવા માટે નિર્દેશ આપવાની યોજના બનાવી છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનના ભયાનક અકસ્માત અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના પ્રાથમિક અહેવાલ બાદ આ પગલું લેવામાં આવી રહ્યું છે.


AAIB રિપોર્ટમાં શું આવ્યું?

AAIB રિપોર્ટમાં શું આવ્યું?

AAIBના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ક્રેશ થયેલા વિમાનના બંને એન્જિનને ફ્યૂલ સપ્લાય નિયંત્રિત કરતી બંને ફ્યૂલ કંટ્રોલ સ્વીચો ‘RUN’ થી ‘CUTOFF’ પોઝિશન (ઓન ટૂ ઓફ)માં જતી રહી હતી. આ જ કારણે અકસ્માત થયો હોય તેવી સંભાવના વધારે લાગી રહી છે.

DGCAના સૂત્રોનું કહેવું છે કે આ સંદર્ભમાં ટૂંક સમયમાં ઔપચારિક આદેશ જાહેર કરવામાં આવશે, જે બોઇંગ 787 વિમાનના ફ્યૂલ કંટ્રોલ સ્વીચના લોકિંગ મિકેનિઝ્મ તપાસવાનું અનિવાર્ય કરવામાં આવશે. જોકે, DGCA દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવે તે અગાઉ જ, એતિહાદ અને સિંગાપોર એરલાઇન્સ જેવી કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે સ્વેચ્છાએ તપાસ શરૂ કરી દીધી છે.

13 જુલાઈના રોજ, એતિહાદે તેના બોઇંગ 787 કાફલા માટે એક એન્જિનિયરિંગ વર્ક ઇન્સ્ટ્રકશન જાહેર કર્યું હતું, જેમાં સ્વીચના લોકિંગ મિકેનિઝ્મની તપાસ કરવાની અને પાઇલટ્સને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ DGCAએ બોઇંગ 787 વિમાનનું વિગતવાર નિરીક્ષણ શરૂ કરી દીધું છે, નવા નિરદેશની દિશામાં આ બીજું પગલું હશે.


ફ્યૂલ સ્વિચ અંગે સવાલ કેમ ઉભા થઈ રહ્યા છે?

ફ્યૂલ સ્વિચ અંગે સવાલ કેમ ઉભા થઈ રહ્યા છે?

એર ઇન્ડિયા અકસ્માત અંગે AAIBના અહેવાલ બાદ, સુરક્ષા વ્યવસ્થા અને ખાસ કરીને ફ્યૂલ કંટ્રોલ સ્વીચ અંગે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ચર્ચા થઈ રહી છે. હૈદરાબાદ માટે ઉડાન ભર્યાની થોડી મિનિટો બાદ જ્યારે એતિહાદે તેના બોઇંગ 787 વિમાનોમાંથી એકની તપાસ શરૂ કરી ત્યારે તે અબુ ધાબી પરત ફર્યું. કંપનીએ કહ્યું કે તેણે ‘વધારાની સાવચેતી તરીકે આ પગલું ભર્યું છે. સિંગાપોર એરલાઇન્સે પણ તેના 787 કાફલાની તપાસ શરૂ કરી, જે દર્શાવે છે કે વૈશ્વિક એરલાઇન્સ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. AAIBએ 11-12 જુલાઈની મધ્યરાત્રિએ તેનો પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો.

તેમાં 17 ડિસેમ્બર, 2018ના રોજ અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જાહેર કરાયેલ એક ખાસ એરવર્થિનેસ માહિતી બુલેટિનનો ઉલ્લેખ છે, જેમાં બોઇંગ 787 સહિત ઘણા મોડેલોમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચના લોકિંગ મિકેનિઝ્મમાં ખામી હોવાની શક્યતા ચિહ્નિત કરવામાં આવી હતી. જોકે, કંપનીઓ પર આ બુલેટિનનું પાલન કરવાની કોઈ જવાબદારી નહોતી. તે માત્ર સલાહ તરીકે હતું. ક્રેશ થયેલા વિમાનના કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR)માં રેકોર્ડ થયેલી વાતચીતમાં, એક પાઇલટ બીજાને પૂછતો સંભળાયો કે, ‘તમે ફ્યૂલ કેમ બંધ કર્યું?’ બીજો પાયલટ જવાબ આપે છે- ‘મેં નથી કર્યું.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top