Sanjay Bhandari Case: શું રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધશે? આર્મ્સ ડીલર સંજય ભંડારી સાથેના સંબંધ પર વાડ્રાએ સાધી લીધું મૌન? ED બોલી- ‘તપાસમાં..’
Robert Vadra Evaded Probe Agency Questions on Sanjay Bhandari Links: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, રોબર્ટ વાડ્રા તપાસમાં પૂરો સહયોગ કરી રહ્યા નથી. EDનું કહેવું છે કે, વાડ્રાએ બ્રિટનમાં રહેનારા હથિયારોના ડીલર સંજય ભંડારી સાથેના તેમના કથિત નાણાકીય સંબંધો બાબતે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. સોમવારે, EDએ મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વાડ્રાએ લંડનના બે પ્રોપર્ટી ડીલ અને સંજય ભંડારી સાથે સંબંધિત નાણાકીય સંબંધો પર સંતોષકારક જવાબો આપ્યા નહોતા.
ED રોબર્ટ વાડ્રા સામે 3 મની લોન્ડ્રિંગ કેસોની તપાસ કરી રહી છે, જેમાં આ કેસ 2 પ્રોપર્ટીની ખરીદી સાથે જોડાયેલો છે. વાડ્રાએ પાસે બ્રાયનસ્ટન સ્ક્વેર અને ગ્રોસવેનોર હિલ કોર્ટ નામની 2 પ્રોપર્ટી હતી. આ બંને પ્રોપર્ટી સંજય ભંડારી સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. EDને આશંકા છે કે આ બેનામી પ્રોપર્ટી વાડ્રાની હોઈ શકે છે, અને સંજયે તેનું સમારકામ વાડ્રાના નિર્દેશ પર કરવામાં આવ્યું હતું. આ દાવો EDની 2023ની ચાર્જશીટમાં પણ કરવામાં આવ્યો હતો.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાડ્રાએ ભંડારી અને તેમના પરિવાર સાથેના નાણાકીય સંબંધો અંગે મૌન સાધી રાખ્યું હતું. EDને આશંકા છે કે વાડ્રા મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવી રહ્યા છે, જે મની લોન્ડ્રિંગ વિરોધી કાયદા હેઠળ ગંભીર કેસ બની શકે છે. રોબર્ટ વાડ્રાએ ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે મેં લંડનમાં સીધી કે આડકતરી રીતે કોઈ સંપત્તિ ખરીદી નથી. આ બધું રાજનીતિક બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp