રેસ્ટોરન્ટના કર્મચારીને એક મહિલાને ‘હાઇ બ્યૂટીફુલ’ કહેવાનું મોંધુ પડ્યું, પતિ બોલ્યો- તમે અમેરિકામાં છો, ભારતમાં નહીં, જુઓ વીડિયો
Man confronts US restaurant employee for calling his wife beautiful: કોઈને બ્યૂટીફુલ કહેવા પર કોઈ ભલું નિરાશ થઈ શકે છે અને એ પણ અમેરિકા જેવા દેશમાં. જી હા, સાચી વાત છે. અમેરિકાના એક રેસ્ટોરન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં, રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીએ એક મહિલાને સુંદર કહી દેતા તેનો પતિ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના અમેરિકાની પ્રખ્યાત ફાસ્ટ ફૂડ ચેઇન પોપેયસના આઉટલેટ પર બની હતી.
પોપેયસ રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત કર્મચારીએ ગ્રાહકની પત્નીનું સ્વાગત કરતા કહ્યું- ‘હાય, બ્યૂટીફુલ!’. બસ પછી શું હતું, આજ વાતથી તેનો પતિ એટલો નારાજ થઈ ગયો કે એ કર્મચારી પર ગુસ્સે થવા લાગ્યો, તેણે ઠપકો આપતા કહ્યું ‘મારી પત્નીને સુંદર ન કહો. તમે એમ કહ્યું અને તે ખોટું છે.’ કર્મચારીએ ચોખવટ કરી કે તેણે માત્ર તેના વખાણ કર્યા હતા, કોઈ ખોટો ઈરાદો નહોતો. પરંતુ તે વ્યક્તિનો ગુસ્સો ઓછો ન થયો. તે કહેતો રહ્યો કે, ‘તું અમેરિકામાં છે, ભારતમાં કે બીજે ક્યાંય નહીં.’ મતલબ કે તે ભારતીય કર્મચારી પર ગુસ્સો ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો છે. કમેન્ટ બોક્સમાં યુઝર્સ કહી રહ્યા છે કે વધુ એક યુઝર ભારતીય પર ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યો છે.
વીડિયોમાં દેખાય છે કે કર્મચારીના વારંવાર માફી માગવા છતા ગ્રાહકનો ગુસ્સો ઓછો થઈ રહ્યો છે, જ્યારે કર્મચારીએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે, હું સમજું છું કે તમે પરેશાન છો. છતા ગ્રાહક બોલ્યો– ‘અજાણી મહિલાને તેના દેખાવ પર ટિપ્પણીઓ કરવી ખોટું છે. આ ક્લાસ અને રિસ્પેક્ટની વાત છે.’
View this post on Instagram A post shared by Btown Wire©️ (@btownwire)
A post shared by Btown Wire©️ (@btownwire)
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને ઇન્ટરનેટ પર બહેસ શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સ ગ્રાહકની વાતને ઓવરરીએક્શન બતાવી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp