‘5 બૉલમાં 5 વિકેટ...’ દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો યથાવત, ઘાતક બોલિંગનો વીડિયો વાયરલ

‘5 બૉલમાં 5 વિકેટ...’ દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો યથાવત, ઘાતક બોલિંગનો વીડિયો વાયરલ

06/17/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

‘5 બૉલમાં 5 વિકેટ...’ દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો યથાવત, ઘાતક બોલિંગનો વીડિયો વાયરલ

IPL 2025માં પોતાની શાનદાર બૉલિંગ અને અનોખા સેલિબ્રેશનથી ચર્ચામાં આવેલા દિગ્વેશ રાઠીએ એક T20 મેચમાં કમાલ કરી દીધી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના યુવા સ્પિનર ​​દિગ્વેશ રાઠીએ સ્થાનિક T20 મેચમાં સતત 5 બૉલમાં 5 વિકેટ લીધી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લખનૌ સુપરજાયન્ટ્સની સાથે, ટીમના માલિક સંજીવ ગોયન્કાએ પણ તેનો વીડિયો શેર કર્યો છે.

મેચ દરમિયાન, દિગ્વેશ રાઠીએ સતત 5 બૉલ ફેંક્યા અને દરેક બૉલ પર વિકેટ લીધી. આ રીતે, તેણે માત્ર એક ઓવરમાં અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી. આ અગાઉ, શ્રીલંકાના લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 બૉલમાં 4 વિકેટ લીધી હતી, પરંતુ રાઠીએ હવે તેના કરતા એક ડગલું આગળ વધીને 5 વિકેટ લીધી છે. જોકે, તેણે સ્થાનિક મેચમાં આ કારનામું કર્યું. તેણે આ કારનામું ક્યારે કર્યું તે સ્પષ્ટ નથી.


આ કારનામું કેવી રીતે થયું?

આ કારનામું કેવી રીતે થયું?

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રાઠીએ દરેક બૉલ પર બેટ્સમેનોને બીટ કર્યા. બેટ્સમેન તેના ગુગલી અને ફ્લિપર બૉલને સમજી ન શક્યા અને સતત આઉટ થતા ગયા. આ પ્રદર્શન ન માત્ર રોમાંચક હતું, પરંતુ તે દર્શાવે છે કે રાઠીમાં એક મોટો સ્પિનર ​​બનવાની ક્ષમતા છે.


IPLમાં પણ દેખાડી ચૂક્યો છે જલવો

IPLમાં પણ દેખાડી ચૂક્યો છે જલવો

દિગ્વેશ રાઠીએ IPL 2025માં LSG માટે રમતા 13 મેચમાં 14 વિકેટ લીધી હતી. તે પોતાની ખાસ ‘નોટબુક સેલિબ્રેશન માટે પણ ખૂબ પ્રખ્યાત છે. વિકેટ લીધા બાદ, તે એક કાલ્પનિક ડાયરી કાઢીને બેટ્સમેનનું નામ લખે છે, જે ફેન્સને ખૂબ ગમે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top