IND Vs ENG First Test: કેપ્ટન શુભમન ગિલે લીડ્સ ટેસ્ટમાં કરી દીધો કાંડ, ICC ફટકારશે દંડ? જાણો શુ

IND Vs ENG First Test: કેપ્ટન શુભમન ગિલે લીડ્સ ટેસ્ટમાં કરી દીધો કાંડ, ICC ફટકારશે દંડ? જાણો શું છે આખો મામલો

06/21/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IND Vs ENG First Test: કેપ્ટન શુભમન ગિલે લીડ્સ ટેસ્ટમાં કરી દીધો કાંડ, ICC ફટકારશે દંડ? જાણો શુ

Shubman Gill To Be Punished For Wearing Black Socks: ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે (20 જૂન) ભારતીય કેપ્ટન શુભમન ગિલનો જલવો જોવા મળ્યો. શુભમને કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં સદી ફટકારી. શુભમનની ટેસ્ટ કારકિર્દીમાં આ છઠ્ઠી સદી હતી. જ્યારે પ્રથમ દિવસે રમત પૂરી થઈ ત્યારે શુભમન ગિલ 127 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો અને ઉપ-કેપ્ટન રિષભ પંત 65 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 359 રન થઈ ચૂક્યો છે. શુભમન ગિલની આ શાનદાર સદીની ચર્ચા પહેલાથી જ થઈ રહી છે. આ સાથે ભારતીય કેપ્ટન રમતના પહેલા દિવસે (20 જૂન) એક અન્ય કારણસર પણ ચર્ચામાં રહ્યો.


જાણો શું છે આખો મામલો?

જાણો શું છે આખો મામલો?

આ મેચના પહેલા દિવસે શુભમન કાળા મોજા પહેરીને બેટિંગ કરવા ઉતર્યો હતો, જે ICC નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.  ICCના ક્લોથિંગ એન્ડ ઇક્વિપમેન્ટ રૂલ્સના ક્લોઝ 19.45 અનુસાર, ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓએ સફેદ, ક્રીમ અથવા સામાન્ય ગ્રે રંગના મોજા પહેરવાના હોય છે. પરંતુ શુભમન ગિલ કાળા મોજા પહેરીને ઉતર્યો હતો. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ની ભલામણો પછી આ નિયમ મે 2023થી અમલમાં આવ્યો હતો.

હવે મેચ રેફરી રિચી રિચર્ડસન પર નિર્ભર રહેશે કે તેઓ શું નિર્ણય લે છે. જો મેચ રેફરી માને છે કે શુભમને જાણીજોઇને લેવલ-1 ગુનો કર્યો છે, તો ભારતીય કેપ્ટનને દંડ થઈ શકે છે, જેમાં મેચ ફીસનો 0 થી 50 ટકા સુધીનો દંડ હોઈ શકે છે. જો કે, જો રેફરીને લાગે છે કે શુભમન ગિલે આ અજાણતામાં અથવા પરિસ્થિતિવશ કર્યું છે (જેમ કે સફેદ મોજા ભીના હતા), તો તે ફાઇનથી બચી શકે છે.

ICCના લેવલ-1 ગુનો માટે ખેલાડીઓ પર 0 થી 50 ટકા સુધીનો દંડ અને ડિમેરિટ પોઈન્ટ મળી શકે છે. તો લેવલ-2 ગુનો માટે, ખેલાડીઓને 50 થી 100 ટકા સુધીનો દંડ અને પ્રતિબંધ (જેમ કે 1 ટેસ્ટ અથવા 2 વન-ડે). જો કે, ડ્રેસ કોડ સંબંધિત મામલા ભાગ્યે જ લેવલ-2ના ગુના હેઠળ આવે છે.


ICCના ક્લોથિંગ એન્ડ ઇક્વિપમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરવા પર આ ખેલાડીઓને થઈ ચૂક્યો છે દંડ

ICCના ક્લોથિંગ એન્ડ ઇક્વિપમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરવા પર આ ખેલાડીઓને થઈ ચૂક્યો છે દંડ

વર્ષ  2016માં, ક્રિસ ગેલે બિગ બેશ લીગ (BBL) મેચમાં કાળા બેટનો ઉપયોગ કર્યો હતો, જે નિયમોની વિરુદ્ધ હતો. ત્યારે ગેલને મેચ ફીનો 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્ષ 2018માં, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં કે.એલ. રાહુલ હેલમેટ પહેરીને આવ્યો હતો, જે ICC નિયમોની વિરુદ્ધ હતો. એવામાં તેના પર મેચ ફીનો 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

પાકિસ્તાની બેટ્સમેન ઇમામ-ઉલ-હક 2019માં ઇંગ્લેન્ડ સામે ODI વર્લ્ડ કપ દરમિયાન તેના બેટ પર લગાવીને મેદાનમાં ઉતર્યો હતો, જે ICC નિયમોની વિરુદ્ધ હતો. ઇમામને તેની મેચ ફીનો 15 ટકા દંડ ફટકાર્યો હતો.

2021માં ભારત સામેની મેચમાં જો રૂટે તેની જર્સી પર મેઘધનુષ્યનું ચિહ્ન લગાવ્યું હતું, જે LGBTQ+ સમુદાયના સમર્થનમાં હતું. આ કારણે તેને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top