કેચ પકડવાના નિયમોમાં મોટો બદલાવ, હવે આવું નહીં કરી શકે દુનિયાનો કોઈ પણ ફિલ્ડર
ક્રિકેટ મેચોમાં ફિલ્ડરો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ રન બચાવે છે અને વિરોધી ટીમના બેટ્સમેનોને રન આઉટ પણ કરે છે. આ ઉપરાંત, ફિલ્ડરો શાનદાર કેચ લઈને મેચનું પાસું પણ બદલી નાખે છે. હવે મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ ઓક્ટોબર 2026થી કેચ સંબંધિત બદલાવો સામેલ કરશે. તો, ICC આગામી મહિનાથી નિયમોને લાગૂ કરશે.
અગાઉ ફિલ્ડર બાઉન્ડ્રી લાઇન પર ઊભો રહીને બોલને હવામાં ઉછાળી દેતા હતા. ત્યારબાદ તે બાઉન્ડ્રી લાઇન બહાર જઈને બોલને હવામાં ફેંકી દેતા હતા અને એ સમયે તેના પગ પણ હવામાં રહેતા હતા. બોલ ત્યાં સુધી હવામાં જ રહેતો હતો. ત્યારબાદ ફિલ્ડર કૂદીને બાઉન્ડ્રી લાઇનની અંદર આવીને કેચ પૂર્ણ કરતા હતા. હવે ફિલ્ડર બાઉન્ડ્રી લાઇનની બહાર ગયા બાદ માત્ર એક જ વાર બોલને હવામાં ઉછાળી શકશે. એટલે કે, બાઉન્ડ્રી લાઇનની બહાર બોલને હવામાં ઉછાળ્યા બાદ, તેણે સીધો બાઉન્ડ્રી લાઇનની અંદર કૂદકો મારવો પડશે. તો જ કેચ માન્ય રહેશે. નહીંતર કેચ માન્ય રહેશે નહીં.
અગાઉ, એક ફિલ્ડર બોલ પકડીને બીજા ફિલ્ડરને આપતો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતો રહેતો હતો. પછી આરામથી બાઉન્ડ્રીની અંદર આવતો હતો. પરંતુ હવે બીજો ખેલાડી બાઉન્ડ્રીની અંદર કેચ પકડે તે અગાઉ, એ ખેલાડીએ પણ મેદાનની અંદર આવવું પડશે, ત્યારે જ કેચ માન્ય રહેશે. કુલ મળીને, કેચ માન્ય ગણાવવા માટે બંને ખેલાડીઓએ બાઉન્ડ્રીની અંદર રહેવું પડશે.
બિગ બેશ લીગ (BBL)માં માઈકલ નેસરના કેચ પર ખૂબ વિવાદ થયો હતો. તેણે બાઉન્ડ્રીની બહાર જઈને 2 વાર કેચ પકડ્યો હતો. ત્યારબાદ, બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો હતો. નેસરે કેચ પકડ્યા બાદ ઉભા થયેલા વિવાદને શાંત કરવા માટે, ICCએ મેરીલબોર્ન ક્રિકેટ ક્લબને કેચિંગના નિયમોની સમીક્ષા કરવા કહ્યું હતું. નેસરના કેચ બાબતે સમજાવતા MCCએ કહ્યું કે, ફિલ્ડરે બાઉન્ડ્રીની અંદર કેચ પૂર્ણ કરતા પહેલા 'બની હોપ' કર્યું હતું. બની હોપ એટલે કે જ્યારે કોઈ ખેલાડી, બાઉન્ડ્રીની બહાર ગયા બાદ, હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને કેચ પકડે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp