Gujarat Rain Forecast: મેઘરાજા ગુજરાતને ફરી ધમરોળવાના કે શું? રાજ્યના માથે 3 સિસ્ટમ સિસ્ટમ સક્ર

Gujarat Rain Forecast: મેઘરાજા ગુજરાતને ફરી ધમરોળવાના કે શું? રાજ્યના માથે 3 સિસ્ટમ સિસ્ટમ સક્રિય; હવામાન વિભાગે કરી આ આગાહી

07/30/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Rain Forecast: મેઘરાજા ગુજરાતને ફરી ધમરોળવાના કે શું? રાજ્યના માથે 3 સિસ્ટમ સિસ્ટમ સક્ર

Gujarat Weather Forecast: શ્રવણ મહિનો શરૂ થતા જ રાજયમાં મેઘરાજાએ પણ નવી ઇનિંગ શરૂ કરી દીધી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મન મૂકીને વરસી રહ્યો છે. કેટલાક શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના તો કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ જવાના સમાચાર આવી રહ્યા છે. તો હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી નથી, આજે પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.


રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય

રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં 3સિસ્ટમ સક્રિય છે- ‘લો-પ્રેશર સિસ્ટમ, એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ.’ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિસ્ટમ આસપાસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારીને વરસાદ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ગઈકાલે સક્રિય થયેલી ટ્રફ લાઇન હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ વિસ્તરી રહી છે. આ ટ્રફ લાઇન પવનોને ભેજ સાથે ખેંચી લાવવામાં મદદ કરે છે, જેનાથી વરસાદની શક્યતા વધે છે. ત્રીજી સિસ્ટમ તરીકે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો, ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ તથા ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર ઉપર ઓછા દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલું છે. આ સર્ક્યુલેશન સ્થાનિક સ્તરે ગાજવીજ સાથે વરસાદ માટે જવાબદાર છે.


ગુજરાતમાં 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6:00 વાગ્યાથી લઈને 30 જુલાઈ 2025 સવારે 6:00 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 87 તાલુકા એવા છે જ્યાં પુરો એક ઈંચ વરસાદ નોંધાયો નથી. આ વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 2.13 ઈંચ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6:00 વાગ્યાથી લઈને 30 જુલાઈ 2025 સવારે 6:00 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 31 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 મિમી વરસાદ નોંધાયો હતો.


ગુજરાત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top