Asaduddin Owaisi on India-Pakistan Match: ‘ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન AIMIMના સાંસદ ઓવૈસીએ

Asaduddin Owaisi on India-Pakistan Match: ‘ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન AIMIMના સાંસદ ઓવૈસીએ ભારત-પાકિસ્તાન મેચને લઈને સરકારને કર્યા તીખા સવાલ

07/29/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Asaduddin Owaisi on India-Pakistan Match: ‘ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન AIMIMના સાંસદ ઓવૈસીએ

Asaduddin Owaisi on India-Pakistan Match: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ પાકિસ્તાનને બહાદુરીથી જવાબ આપ્યો. સેનાએ શૌર્યા બતાવ્યુ. આપણા વડાપ્રધાને કહ્યું હતું કે, લોહી અને પાણી એકસાથે નહીં વહી શકે. જો લોહી અને પાણી એકસાથે નહીં વહી શકે, તો પછી આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ રમવા જઈ રહ્યા છીએ. મારાથી તો આ સહન થઈ શકતું નથી.


લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે, વેપાર બંધ કર્યો, તો પછી ક્રિકેટ કેમ?

લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે, વેપાર બંધ કર્યો, તો પછી ક્રિકેટ કેમ?

ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે લોહી અને પાણી એકસાથે નહીં વહી શકે. તમે વેપાર બંધ કરી દીધો છે. તો હવે તમે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ રમવા જઈ રહ્યા છો? આ ખૂબ જ નિંદનીય છે. 'ઓપરેશન સિંદૂર'માં આપણી સેનાએ જવાબ આપ્યો. જવાબદારી નક્કી થવી જોઈએ. સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી, છતા પહેલગામ એટેક થયો? પાકિસ્તાન તેની હરકતો બંધ કરવાનું નથી, તમે તૈયારી કરી લો. તેને FATFની ગ્રે લિસ્ટમાં લાવવું જોઈએ.

ઓવૈસીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના આર્મી ચીફને આમંત્રણ આપે છે. તેમની સાથે ભોજન કરે છે, જેના નફરતભર્યા ભાષણથી આપણા લોકો માર્યા ગયા. વ્હાઇટ હાઉસમાં બેઠેલો એક 'ગોરો ભારત માટે યુદ્ધવિરામની જાહેરાત કરશે? શું આજ તમારો રાષ્ટ્રવાદ છે?


ભારત-પાકિસ્તાન મેચ પર ઓવૈસીએ શું કહ્યું?

ભારત-પાકિસ્તાન મેચ પર ઓવૈસીએ શું કહ્યું?

સદનમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'શું તમારો અંતરાત્મા તમને પહેલગામમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે કહેવાની મંજૂરી આપે છે? આપણે પાકિસ્તાનનું 80% પાણી રોકી રહ્યા છીએ, એમ કહીને કે પાણી અને લોહી એકસાથે નહીં વહે. શું તમે ક્રિકેટ મેચ રમશો? મારો અંતરાત્મા મને એ મેચ જોવાની મંજૂરી આપતો નથી. શું આ સરકારમાં હિંમત છે કે તે 25 મૃતકોને બોલાવીને કહે કે અમે ઓપરેશન સિંદૂરમાં બદલો લીધો છે, હવે તમે પાકિસ્તાન સાથે મેચ જુઓ. આ ખૂબ જ અફસોસની વાત છે.'

તેમણે કહ્યું કે પહેલગામ કોણે કર્યું? આપણી પાસે 7.5 લાખ સૈન્ય અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો છે. આ 4 ઉંદરો ક્યાંથી ઘૂસી આવ્યા અને આપણા ભારતીય નાગરિકોને મારી નાખ્યા? કોને જવાબદાર ઠેરવવામાં આવશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top