Stock Crash: ક્રેશ થયા Tataના આ શેર, રોકાણકારોમાં ગભરાટ; ક્યાંક તમે તો નથી લગાવ્યા ને પૈસા?
Trent shares: શુક્રવાર 4 જુલાઈના રોજ શરૂઆતના વેપારમાં ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડના શેર 9 ટકા સુધી ઘટ્યા હતા. કંપનીએ તેની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આવક વૃદ્ધિમાં સંભવિત મંદી આવવાની ચેતવણી આપ્યા બાદ શેરમાં આ ઘટાડો થયો હતો. BSE પર ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના શેરનો ભાવ 8.62 ટકા ઘટીને 5653 રૂપિયા પર આવી ગયો. જ્યારે પાછલા ટ્રેડિંગ સત્રમાં, બંધ રૂ. 6186.40 પર હતો. આ સાથે, કંપનીનું માર્કેટ કેપ ઘટીને 2.04 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું.
ગઈકાલે યોજાયેલી બેઠકમાં, મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીના ફેશન બિઝનેસમાં માત્ર 20 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો, જે છેલ્લા 5 વર્ષના 35 ટકા CAGR કરતા ખૂબ ઓછો છે. જોકે, કંપનીએ આગામી કેટલાક વર્ષોમાં 25 ટકાથી વધુ CAGRની આવક વૃદ્ધિની પણ અપેક્ષા રાખી હતી.
AGM બાદ બ્રોકરેજ ફર્મ નુવામાએ નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે કંપનીના આવક વૃદ્ધિ અંદાજમાં અનુક્રમે 5 ટકા અને 6 ટકા ઘટાડો કર્યો અને EBITDAમાં અનુક્રમે 9 ટકા અને 12 ટકા ઘટાડો કર્યો. આ સાથે, નુવામાએ શેર પરનો લક્ષ્ય ભાવ 6,627 થી ઘટાડીને 5,884 કર્યો અને શેર પરનું તેનું રેટિંગ 'બાય' થી ઘટાડીને 'હોલ્ડ' કર્યું.
બીજી બાજુ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ 6,359 રૂપિયાના ટારગેટ પ્રાઇઝ સાથે ટ્રેન્ટ પર પોતાનું 'ઓવરવેઇટ' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનો ગ્રોથ આગામી 5 વર્ષમાં 25-30 ટકાના CAGR પર હોઈ શકે છે. ટ્રેન્ટને આવરી લેતા 25 વિશ્લેષકોમાંથી, 18 શેર પર 'બાય' રેટિંગ આપી છે, ચારે 'હોલ્ડ' રાખવાની સલાહ આપી છે, જ્યારે ત્રણે 'સેલ' રેટિંગ આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp