વિરાટ કોહલીની આ 7 વર્ષ જૂની ટ્વીટ અચાનક કેમ થઇ વાયરલ? આ આફ્રિકન ખેલાડી સાથે છે કનેક્શન

વિરાટ કોહલીની આ 7 વર્ષ જૂની ટ્વીટ અચાનક કેમ થઇ વાયરલ? આ આફ્રિકન ખેલાડી સાથે છે કનેક્શન

06/14/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

વિરાટ કોહલીની આ 7 વર્ષ જૂની ટ્વીટ અચાનક કેમ થઇ વાયરલ? આ આફ્રિકન ખેલાડી સાથે છે કનેક્શન

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઇનલ મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચની ચોથી ઇનિંગમાં, આફ્રિકન બેટ્સમેન એડન માર્કરમે શાનદાર બેટિંગ કરી અને પોતાની સદી પૂર્ણ કરી. તેની સદી બાદ, ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની 7 વર્ષ જૂની ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ  ટ્વીટમાં, તેણે માર્કરામની બેટિંગની પ્રશંસા કરી.


વિરાટ કોહલીએ પોતાની ટ્વીટમાં શું લખ્યું?

વિરાટ કોહલીએ પોતાની ટ્વીટમાં શું લખ્યું?

વિરાટ કોહલીએ વર્ષ 2018માં એડન માર્કરામની બેટિંગને લઈને આ ટ્વીટ કરી હતી. આ ટ્વીટટમાં તેણે લખ્યું કે 'એડન માર્કરામની બેટિંગ જોવી, એક આનંદદાયક અનુભવ છે! કોહલીએ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન આ ટ્વીટ કરી હતી. કેપટાઉનમાં રમાયેલી આ મેચમાં, માર્કરમે ઓસ્ટ્રેલિયા સામે 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગને કારણે, આફ્રિકન ટીમે તે મેચમાં 322 રનના માર્જિનથી મોટી જીત નોંધાવી હતી.


WTC ફાઇનલમાં એડન માર્કરમનું પ્રદર્શન

WTC ફાઇનલમાં એડન માર્કરમનું પ્રદર્શન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં એડન માર્કરમ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. બેટિંગ કરતા તે પહેલી ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો, પરંતુ તેણે બીજી ઇનિંગમાં સદી ફટકારીને તેની ભરપાઈ કરી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં, દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા છે. માર્કરમ 102 રન પર બેટિંગ કરી રહ્યો છે, જ્યારે બાવુમા 65 રન સાથે ક્રીઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે 143 રનની ભાગીદારી થઈ છે. આફ્રિકાને અહીંથી મેચ જીતવા માટે 69 રનની જરૂર છે. મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 212 રન બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં, આફ્રિકન ટીમ 138 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top