Sexual Harassment Case: IPL ચેમ્પિયન ખેલાડી પર લાગ્યો શારીરિક શોષણનો આરોપ, નોંધાયો કેસ

Sexual Harassment Case: IPL ચેમ્પિયન ખેલાડી પર લાગ્યો શારીરિક શોષણનો આરોપ, નોંધાયો કેસ

07/08/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Sexual Harassment Case: IPL ચેમ્પિયન ખેલાડી પર લાગ્યો શારીરિક શોષણનો આરોપ, નોંધાયો કેસ

Yash Dayal booked in Sexual Harassment Case after Ghaziabad woman’s complaint: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમે પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવીને IPL 2025નો ખિતાબ જીત્યો હતો. હવે RCBના ફાસ્ટ બોલર યશ દયાલ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એક મહિલાએ તેના પર માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. તેની સામે ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 (BNS) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


RCB માટે કર્યું શાનદાર પ્રદર્શન

RCB માટે કર્યું શાનદાર પ્રદર્શન

IPL 2024ની હરાજીમાં, RCB ટીમે તેને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. RCB ટીમ સાથે તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. IPL 2025માં, તેણે RCB ટીમ માટે કુલ 13 વિકેટ લીધી અને ટાઇટલ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે અત્યાર સુધી 43 IPL મેચોમાં કુલ 41 વિકેટ લીધી છે. યશે ઘરેલુ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 27 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 84 વિકેટ લીધી છે. આ ઉપરાંત, 23 લિસ્ટ-A મેચોમાં તેના નામે 36 વિકેટ નોંધાયેલી છે.

યશ દયાલ 2022થી IPLમાં રમી રહ્યો છે. તે પોતાની પહેલી 2 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) માટે રમ્યો હતો. ત્યારે તે સારું પ્રદર્શન કરી શક્યો નહતો. IPL 2022માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે KKR સામે છેલ્લી ઓવરમાં 30 રન લૂંટાવી દીધા હતા, જ્યારે રિંકુ સિંહે તેની ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા. પછી તેના ખરાબ પ્રદર્શનને જોઈને ગુજરાત ટાઇટન્સે તેને રીલિઝ કરી દીધો હતો.


IGRS પીડિતાએ ફરિયાદ નોંધાવી

IGRS પીડિતાએ ફરિયાદ નોંધાવી

પીડિતાએ અગાઉ ઈન્ટિગ્રેટેડ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ (IGRS) દ્વારા ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસ તપાસ કરી રહી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઈન્ટરનેટ મીડિયા દ્વારા યશ દયાલ સાથે મિત્ર બની હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમમાં પણ થયો હતો, પરંતુ યશે લગ્નનું વચન આપીને તેની સાથે છેતરપિંડી કરી. પીડિતાએ પોલીસને ઘણા પુરાવા પણ આપ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top