50000 કર્મચારીઓને એક સાથે આપી દીધી 10 દિવસની છુટ્ટી, ગુજરાતનો આ મામલો રાજ્યસભામાં ગુંજ્યો

50000 કર્મચારીઓને એક સાથે આપી દીધી 10 દિવસની છુટ્ટી, ગુજરાતનો આ મામલો રાજ્યસભામાં ગુંજ્યો

08/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

50000 કર્મચારીઓને એક સાથે આપી દીધી 10 દિવસની છુટ્ટી, ગુજરાતનો આ મામલો રાજ્યસભામાં ગુંજ્યો

સુરતની એક મોટા હીરાના ફર્મ તરફથી  50 હજાર કર્મચારીઓને 10 દિવસની રજા પર મોકલવાની જાહેરાત કર્યા બાદ સંસદમાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સુરતના હીરા ઉદ્યોગ પર આવેલા સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગોહિલે કહ્યું હતું કે ચીનથી આવતા સિન્થેટિક ડાયમંડથી ભારતીય હીરા ઉદ્યોગના કારોબાર પ્રભાવિત થઈ રહ્યો છે. અમે ચીનથી આવતા સિન્થેટિક ડાયમંડ પર અંકુશ રાખવા કહ્યું હતું. નીતિના અભાવે આજે ગુજરાતના સુરતનો હીરા ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે.


ગોહિલે ઉઠાવ્યો હતો મુદ્દો

ગોહિલે ઉઠાવ્યો હતો મુદ્દો

ગોહિલે કહ્યું હતું કે, ગુજરાતના સુરતમાં ડાયમંડ પોલિશિંગમાં યુવાનોને રોજગારી મળે છે. સિન્થેટિક ડાયમંડના આવવાના કારણે આજે સુરતમાં ડાયમંડ પોલિશિંગ કરનારાઓ આત્મહત્યા કરવા મજબૂર થઇ રહ્યા છે. હીરાના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. સરકારની ખોટી નીતિઓની અસર દેશના હીરા બજાર પર પડી રહી છે. સુરતમાં હીરાના મોટા ફર્મમાં સામેલ કિરણ જેમ્સે 10 દિવસની રજા રાખવાની જાહેરાત કરી છે. ફર્મને અપેક્ષા હતી કે આમ કરવાથી ઉત્પાદનમાં થોડો ઘટાડો થશે અને ઉત્પાદન અને નિકાસ વચ્ચે સંતુલન બનશે.


10 દિવસની રજાની જાહેરાત

10 દિવસની રજાની જાહેરાત

કિરણ જેમ્સે 10મી ઑગસ્ટથી 27મી ઑગસ્ટ સુધી રજા જાહેરાત કરી દીધી છે. ફર્મે રજા જાહેર કર્યા બાદ ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે સરકાર પાસે રત્નકલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરવાની માગ કરી હતી. કિરણ જેમ્સમાં 50,000 થી વધુ ડાયમંડ પોલિશર્સ કામ કરે છે, જેમાંથી 40,000 નેચરલ ડાયમંડ કાપે અને પોલિશ કરે છે, જ્યારે 10,000 લેબ ગ્રોન ડાયમંડ યુનિટમાં કામ કરે છે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હીરાના કારોબારને પ્રભાવિત થવાના કારણે ચીનના સિન્થેટિક ડાયમંડને જવાબદાર ગણાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top