બેંકના લોકરમાંથી રોકડ અને દસ્તાવેજ ઉધઈ ખાઇ ગઇ, ગ્રાહક બોલ્યા- હવે અમારા પૈસા...

બેંકના લોકરમાંથી રોકડ અને દસ્તાવેજ ઉધઈ ખાઇ ગઇ, ગ્રાહક બોલ્યા- હવે અમારા પૈસા...

08/23/2024 National

SidhiKhabar

SidhiKhabar

બેંકના લોકરમાંથી રોકડ અને દસ્તાવેજ ઉધઈ ખાઇ ગઇ, ગ્રાહક બોલ્યા- હવે અમારા પૈસા...

સામાન હોય કે નોટો કે પછી કોઈ અન્ય વસ્તુઓ, જેને સુરક્ષિત રાખવા માટે બેંકના લોકરમાં રાખવામાં આવે છે, પરંતુ જ્યારે લોકરની અંદર રાખવામાં આવેલી નોટોને ઉધઈ ખાઈ જાય છે, ત્યારે ખરેખર આશ્ચર્ય થાય છે. બિહારના સાસારામમાં એક વ્યક્તિએ પોતાની મહેનતની કમાણી બેંકના લોકરમાં રાખી હતી, પરંતુ લોકરમાં તેની બચતને ઉધઈ ખાઈ ગઈ હતી. સાસારામની UCO બેંકના 2 ગ્રાહકોનો આ આરોપ છે, તેમાંથી એકની બચત અને બીજાના દસ્તાવેજ લોકરમાંથી ઉધઈ ખાઇ ગઇ.

લોકરમાં રાખેલા સામાન પ્રત્યે આવી બેદરકારી અંગે બ્રાન્ચ મેનેજરને ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગ્રાહકોએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે લોકર પાસેની વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. અહી રખાયેલા સામાનની સમયાંતરે દેખરેખ રાખવામાં આવતી નથી.


ઉધઈ ખાઇ ગઇ રૂપિયા અને દસ્તાવેજ

ઉધઈ ખાઇ ગઇ રૂપિયા અને દસ્તાવેજ

પ્રોફેસર રાજેશ કુમારે પોતાના પૈસા લોકરમાં રાખવાનું સુરક્ષિત માન્યું અને તેમણે તેમની કમાણીમાંથી 60 હજાર રૂપિયા ત્યાં જમા કરાવી દીધા. થોડા સમય બાદ જ્યારે તેઓ પોતાના જમા પૈસા લેવા પહોંચ્યા તો તેમણે જોયું કે તેમણે રાખેલી નોટોની હાલત ખૂબ જ ખરાબ હતી. નોટોને ઉધઈ ખાઈ ગઈ હતી. બીજી તરફ ડૉ.પ્રમોદ રોયે પણ પોતાના મહત્વના દસ્તાવેજો લોકરમાં રાખ્યા હતા, તેને પણ ઉધઈ ખાઈ ગઇ હતી. બેંકની આ બેદરકારીથી બંને જ ગ્રાહકોમાં ખૂબ નારાજ છે. એકના મહત્વના દસ્તાવેજો ખરાબ થઇ ગયા છે, જેના કારણે હવે તેને બનાવવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે ગ્રાહકો ભરોસા અને અને વિશ્વાસ સાથે લોકરમાં રાખવા જાય છે, પરંતુ અહીં બેદરકારીની પરાકાષ્ઠા પાર થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top