ઠાકરે vs ઠાકરે: ઉદ્ધવ ઠાકરેના કાફલા ઉપર ફેંકાયા ટામેટા અને ગોબર! રાજ ઠાકરેના પ્રતિભાવે સહુને ચો

ઠાકરે vs ઠાકરે: ઉદ્ધવ ઠાકરેના કાફલા ઉપર ફેંકાયા ટામેટા અને ગોબર! રાજ ઠાકરેના પ્રતિભાવે સહુને ચોંકાવી દીધા!

08/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઠાકરે vs ઠાકરે: ઉદ્ધવ ઠાકરેના કાફલા ઉપર ફેંકાયા ટામેટા અને ગોબર! રાજ ઠાકરેના પ્રતિભાવે સહુને ચો

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં આગામી બે મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય ગરમાવો શરૂ થયો છે. ચૂંટણીના માહોલમાં ઉદ્ધવ અને પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચેની દુશ્મનાવટની કોઈ ચર્ચા ન થાય એ અસંભવ છે. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ ઓછાવત્તા અંશે એવો જ સંકેત આપે છે. જો કે શનિવારે જે ઘટના બની, એના પડઘા મહારાષ્ટ્રની રાજનીતિમાં બહુ દૂર સુધી પડશે, એવું અત્યારના સંજોગોમાં જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આવનારા સમય દરમિયાન ઠાકરે ભાઈઓની દુશ્મનાવટને કારણે “ઠાકરે vs ઠાકરે”નું રાજકારણ ગરમી પકડશે એવું સ્પષ્ટ થઇ ગયું છે.


જ્યારે ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ટામેટા અને ગોબર ફેંકાયા!

જ્યારે ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ટામેટા અને ગોબર ફેંકાયા!

જ્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરે શનિવારે તેમના પક્ષના કાર્યકરોની બેઠક માટે થાણેના ગડકરી રંગાયતન સભાગૃહ પહોંચ્યા, ત્યારે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ વિરોધ કર્યો અને કાફલા ઉપર ગાયનું છાણ ફેંક્યું તેમજ ટામેટાં ફેંકવામાં આવ્યા! હવે આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે.

શિવસેના (UBT)એ મહારાષ્ટ્રના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું, “રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. જો સીએમ એકનાથ શિંદેના ગૃહ જિલ્લામાં આવા હુમલા થાય છે, તો સ્પષ્ટ છે કે તેના માટે કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે. પહેલા લોકો કહેતા હતા કે રાજ ઠાકરે અને તેમની પાર્ટી સોપારી છે. પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે, થાણેમાં જે રીતે આપણા નેતા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ ખૂબ જ શરમજનક છે. એકનાથ શિંદેની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.


“સોપારીબાજ” શબ્દ સામે રાજ ઠાકરેનો ‘કરારા જવાબ’

“સોપારીબાજ” શબ્દ સામે રાજ ઠાકરેનો ‘કરારા જવાબ’

શિવસેના (UBT) એ રાજ ઠાકરે પર શાબ્દિક હુમલો કર્યો અને તેમની પાર્ટીને “સોપારીબાજ” ગણાવી. શિવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, “હવે સમજાયું કે રાજ ઠાકરે અને તેમની પાર્ટીને સોપારીબાજ કેમ કહેવામાં આવે છે! થાણેમાં જે રીતે ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. "આ ઘટના સરકાર પર સવાલો ઉભા કરે છે કે તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીને સુરક્ષા કેમ આપી શકતી નથી."

તે જ સમયે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉદ્ધવ ઠાકરે પર હુમલો સ્વીકાર્યો છે. MNSના થાણે-પાલઘર જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યું, “કેટલાક શિવસૈનિકોએ રાજ ઠાકરેની કારની સામે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. MNSએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અમારા કાર્યકરોએ 15થી વધુ વાહનો પર છાણ ફેંક્યું છે. જો કોઈ શિવસૈનિક રાજ ઠાકરેની વિરુદ્ધ જશે તો તેને એવો જ જવાબ આપવામાં આવશે. અને તેઓને ઘરની અંદર મારવામાં આવશે.”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top