મ્યાનમાર: રોહિન્ગ્યા મુસ્લિમોના ટોળા પર ડ્રોન એટેક! 200ના મોત, અનેક ઘાયલ! મ્યાનમાર સળગશે?

મ્યાનમાર: રોહિન્ગ્યા મુસ્લિમોના ટોળા પર ડ્રોન એટેક! 200ના મોત, અનેક ઘાયલ! મ્યાનમાર સળગશે?

08/11/2024 World

SidhiKhabar

SidhiKhabar

મ્યાનમાર: રોહિન્ગ્યા મુસ્લિમોના ટોળા પર ડ્રોન એટેક! 200ના મોત, અનેક ઘાયલ! મ્યાનમાર સળગશે?

Drone attack on rohingya muslims: બાંગ્લાદેશમાં પહેલેથી જ પરિસ્થિતિ વકરેલી છે, ત્યાં મ્યાનમારથી પણ અશાંતિના સમાચાર આવી રહ્યા છે. મ્યાનમારમાં સ્થાનિક પ્રજા અને રોહિન્ગ્યા મુસ્લીમો વચ્ચે વારંવાર ટકરાવ થતો રહે છે. ઘણી વાર આ ટકરાવ હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લેતો હોય છે. છેલ્લા એકાદ દાયકા દરમિયાન મ્યાનમારના લોકો અને રોહિન્ગ્યા મુસ્લિમો વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ થતો જાય છે.


મુસ્લિમો ભાગી રહ્યા હતા, ત્યાં અચાનક હુમલો થયો અને...

મુસ્લિમો ભાગી રહ્યા હતા, ત્યાં અચાનક હુમલો થયો અને...

હિંસક વિરોધને કારણે હાલ બાંગ્લાદેશમાં ઘણી અશાંતિ છે, જો કે, તેમ છતાં, મ્યાનમારના ઘણા રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર કરીને બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આ ઘટનામાં લગભગ 200 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી છે. ઘાયલ અને મૃત્યુ પામેલા લોકોનો માલસામાન વેરવિખેર પડેલો દેખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ ભાગી રહ્યા હતા. નદી કિનારે લોકોના મૃતદેહો હજુ પણ પડ્યા છે. મરનારાઓમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, કાદવવાળા ખેતરમાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા.

ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલા બાદ લોકો તેમના મૃતકો અને ઘાયલ સ્વજનોને ઓળખવા માટે મૃતદેહોના ઢગલા વચ્ચે ભટકી રહ્યા હતા. અહેવાલ મુજબ, તાજેતરના અઠવાડિયામાં લશ્કરી જુન્ટા સૈનિકો અને બળવાખોરો વચ્ચેના સંઘર્ષ દરમિયાન રખાઈન રાજ્યમાં નાગરિકો પર આ હુમલો સૌથી ઘાતક હુમલો છે. રોઇટર્સે ત્રણ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે, આની પાછળ અરાકાન આર્મીનો હાથ હતો, જો કે જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે. મ્યાનમારની સેના અને મિલિશિયાએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.


“જ્યારે ઉઠ્યો તો બાજુમાં પત્ની અને બાળક ઘાયલ અવસ્થામાં હતા”

“જ્યારે ઉઠ્યો તો બાજુમાં પત્ની અને બાળક ઘાયલ અવસ્થામાં હતા”

રિપોર્ટ અનુસાર, 35 વર્ષીય મોહમ્મદ ઇલ્યાસ નામના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હુમલામાં તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રી ઘાયલ થયા હતા, જેમનું બાદમાં મૃત્યુ થયું હતું. ઇલ્યાસે બાંગ્લાદેશના એક શરણાર્થી શિબિરમાંથી રોઇટર્સને જણાવ્યું હતું કે જ્યારે ડ્રોને ભીડ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તે બીચ પર પરિવાર સાથે ઊભો હતો.

ઇલ્યાસે કહ્યું કે ગોળીબારનો અવાજ સાંભળીને તે પોતાની જાતને બચાવવા માટે જમીન પર સૂઈ ગયો હતો. જ્યારે ઉઠીને તેણે જોયું તો સમજાયું કે તેની પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈને પડ્યા છે. બીજા અનેક સંબંધીઓ પણ આસપાસ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top