જાણો મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાને લઇને અમેરિકન કોર્ટે શુ

જાણો મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાને લઇને અમેરિકન કોર્ટે શું કહ્યું

08/17/2024 World

SidhiKhabar

SidhiKhabar

જાણો મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાને લઇને અમેરિકન કોર્ટે શુ

પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને અમેરિકી કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હકીકતમાં, અમેરિકાની અપીલીય કોર્ટે કહ્યું કે તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. ત્યારબાદ તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત પ્રત્યાર્પણ કરવાની આશા વધી ગઈ છે. તહવ્વુર રાણા 2008નો મુંબઈ આતંકી હુમલામાં વોન્ટેડ છે. અમેરિક અપીલીય કોર્ટે કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.


તહવ્વુર રાણાએ દાખલ કરી હતી અરજી

તહવ્વુર રાણાએ દાખલ કરી હતી અરજી

રાણા દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ચૂકાદો આપતા, અમેરિકન કોર્ટના ન્યાયાધીશોની પેનલે કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણાની બંદી પ્રત્યક્ષીકરણ અરજીને ફગાવવાને યોગ્ય ગણાવ્યું હતું. રાણાએ પોતાની અરજીમાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તેની કથિત સંડોવણી બદલ તેને ભારત પ્રત્યાર્પણને પડકાર આપ્યો હતો. પેનલે માન્યું હતું કે રાણાનો કથિત ગુનો અમેરિકા અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે.


હજુ પણ તહવ્વુર રાણા પાસે પ્રત્યાર્પણ રોકવાના વિકલ્પ

હજુ પણ તહવ્વુર રાણા પાસે પ્રત્યાર્પણ રોકવાના વિકલ્પ

તહવ્વુર રાણા એક પાકિસ્તાની મૂળનો કેનેડિયન બિઝનેસમેન છે, જેના પર મુંબઈમાં આતંકવાદી હુમલા કરનાર એક આતંકવાદી સંગઠનને સમર્થન આપવાનો આરોપ છે. જ્યુરીએ રાણાને એક વિદેશી આતંકવાદી સંગઠનને સમર્થન આપવા અને ડેનમાર્કમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં નિષ્ફળ ષડયંત્ર રચવા બદલ દોષી ઠેરવ્યો હતો. જોકે, રાણા પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે. ભારતમાં પોતાના પ્રત્યાર્પણને રોકવા માટેના તમામ કાયદાકીય વિકલ્પો હજુ ખતમ થયા નથી.

વર્ષ 2008માં પાકિસ્તાનથી નાવમાં આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ લગભગ 60 કલાક સુધી મુંબઈને બંધક બનાવી રાખ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ લોકોની હત્યા કરી હતી. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઘટનાસ્થળ પર જ ઠાર માર્યા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જેને બાદમાં ફાંસી આપી દેવામાં આવી હતી. મુંબઈ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 26 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top