આ 5 સ્ટાર્સે પણ બોલિવુડ છોડીને ત્યાગનો માર્ગ અપનાવ્યો, કેટલાક કૃષ્ણ ભક્તિમાં લીન થઇ ગયા તો કેટલ

આ 5 સ્ટાર્સે પણ બોલિવુડ છોડીને ત્યાગનો માર્ગ અપનાવ્યો, કેટલાક કૃષ્ણ ભક્તિમાં લીન થઇ ગયા તો કેટલાક..

01/15/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ 5 સ્ટાર્સે પણ બોલિવુડ છોડીને ત્યાગનો માર્ગ અપનાવ્યો, કેટલાક કૃષ્ણ ભક્તિમાં લીન થઇ ગયા તો કેટલ

દરરોજ, ઘણા કલાકારો બોલિવુડમાં કારકિર્દી બનાવવાના સપનાં સાથે મુંબઇ પહોંચે છે, પરંતુ આ ઉદ્યોગમાં નામ કમાવવામાં બહુ ઓછા લોકો સફળ થાય છે. એક તરફ, કેટલાક સ્ટાર્સ એવા છે જે સ્ટારડમ માટે સખત મહેનત કરે છે, તેમાંથી કેટલાક સફળ થાય છે જ્યારે કેટલાક ફક્ત પ્રયાસ કરતા રહે છે પણ સફળતા મળતી નથી. બીજી બાજુ, મનોરંજન જગતમાં કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ, એક એવો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા. સફળતાની ઊંચાઇએ પહોંચ્યા બાદ, આ સ્ટાર્સે અભિનયથી દૂરી બનાવી અને સંન્યાસનો માર્ગ અપનાવ્યો.


વિનોદ ખન્ના ઓશોના શરણમાં પહોંચી ગયા હતા

વિનોદ ખન્ના ઓશોના શરણમાં પહોંચી ગયા હતા

વિનોદ ખન્ના 70ના દાયકાના સૌથી સફળ અને સુંદર અભિનેતાઓમાંના એક હતા. તેમણે તેમના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. એક સમય હતો જ્યારે તેમને અમિતાભ બચ્ચન માટે એક મોટો પડકાર માનવામાં આવતા હતા. તેમની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધતી જતી હતી, આ દરમિયાન વિનોદ ખન્નાએ સૌથી આશ્ચર્યજનક નિર્ણય લીધો. તેમણે પોતાની કારકિર્દીના શિખર પર અભિનયમાંથી નિવૃત્તિ લઇ લીધી. જ્યારે તેઓ તેમની કારકિર્દીના શિખર પર હતા, ત્યારે તેમણે ઓશોનો આશરો લીધો અને તેમના આ નિર્ણયથી તેમના ચાહકો ચોંકી ગયા હતા.


અનઘા ભોંસલેને કૃષ્ણની ભક્તિ તરફ

અનઘા ભોંસલેને કૃષ્ણની ભક્તિ તરફ

રૂપાલી ગાંગુલીની 'અનુપમા'માં નંદિનીની ભૂમિકાથી દરેક ઘરમાં પ્રખ્યાત થયેલી અનઘા ભોંસલેએ માત્ર 23 વર્ષની ઉંમરે અભિનય છોડી દીધો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો. અનઘાએ સીરિયલ અધવચ્ચે જ છોડી દીધી અને સાધ્વી બનવાના પોતાના નિર્ણયની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે હવે તે તેના ધર્મના માર્ગ પર ચાલવા માગે છે અને તેના માટે કર્મ સૌથી મોટી પૂજા છે. આ સાથે, તેણે એમ પણ કહ્યું કે તે હવે એવી જગ્યાએ કામ કરવા માગતી નથી જ્યાં આવી સ્પર્ધા હોય, જે તેમની માન્યતાઓને આઘાચ લાગે છે.


બરખા મદાન પણ સંન્યાસી બન્યા

બરખા મદાન પણ સંન્યાસી બન્યા

1994માં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ઐશ્વર્યા રાય સાથે ભાગ લેનાર 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી બરખા મદાન પણ વર્ષો અગાઉ પોતાની અભિનય કારકિર્દી છોડી ચૂકી હતી. તે બૌદ્ધ સાધ્વી બની ગઇ છે. અભિનેત્રીએ 2012માં બૌદ્ધ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો હતો અને છેલ્લા 13 વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર સાધ્વીનું જીવન જીવી રહી છે.


નુપુર અલંકાર પણ ભક્તિમાં લીન થઇ ગઇ

નુપુર અલંકાર પણ ભક્તિમાં લીન થઇ ગઇ

'દિયા ઔર બાતી હમ' ફેમ નુપુર અલંકાર પણ એવી અભિનેત્રીઓમાંની એક છે જેમણે ગ્લેમરની ચમકતી દુનિયાથી પોતાને દૂર કરી દીધી છે. તેણે 27 વર્ષની અભિનય કારકિર્દી છોડી દીધી અને આધ્યાત્મિકતા તરફ વળીને સંન્યાસી બની. તેણે 2023માં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.


ઇશિકા તનેજાએ પણ ગ્લેમરની દુનિયા છોડી દીધી

ઇશિકા તનેજાએ પણ ગ્લેમરની દુનિયા છોડી દીધી

એક સમયે ગ્લેમર અને ફિલ્મ જગતનો ભાગ રહેલી ઇશિકા તનેજાએ પણ આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે. શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી જી મહારાજ પાસેથી ગુરુ દીક્ષા લીધા બાદ, ઇશિકા ભક્તિ તરફ આગળ વધી અને ગ્લેમરની દુનિયાથી દૂર થઇ ગઇ. તેણે આ ઘટનાને તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ગણાવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top