કલાકોના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ; જાણો શું છે મામલો

કલાકોના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ; જાણો શું છે મામલો

01/15/2025 World

SidhiKhabar

SidhiKhabar

કલાકોના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ; જાણો શું છે મામલો

South Korean President Yoon Suk Yeol Arrested: દક્ષિણ કોરિયામાં કલાકોના હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યા. મહાભિયોગ બાદ, બુધવારે વહેલી સવારે મોટી સંખ્યામાં સુરક્ષા દળો રાષ્ટ્રપતિ યૂન સુક યોલના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ માર્શલ લૉ લાદવા અંગે તપાસ ચાલી રહી છે.


પોલીસ અધિકારીઓ સીડી ચઢીને રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશ્યા

પોલીસ અધિકારીઓ સીડી ચઢીને રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશ્યા

દક્ષિણ કોરિયાના મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, પોલીસ અધિકારીઓ સીડી ચઢીને રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા. રાષ્ટ્રપતિ સુરક્ષા સેવાના કાર્યકારી વડા કિમ સુંગ-હૂનની ધરપકડ કરી લેવામાં આવી છે. કિમ પર રાષ્ટ્રપતિ વિરુદ્ધ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. દક્ષિણ કોરિયા ડિસેમ્બરથી રાજકીય ઉથલ-પાથલનો સામનો કરી રહ્યું છે.


૩ ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ યૂને 'માર્શલ લૉ' લાદ્યો હતો

૩ ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ યૂને 'માર્શલ લૉ' લાદ્યો હતો

આ અગાઉ 3 જાન્યુઆરીએ પણ સુરક્ષા કર્મચારીઓ રાષ્ટ્રપતિની ધરપકડ કરવા આવ્યા હતા. પરંતુ તેમને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. આજે સવારે 4:00 વાગ્યાથી લગભગ 1000 પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ નિવાસસ્થાનની આસપાસ પહોંચી ગયા હતા અને વિવિધ માર્ગો દ્વારા રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા. 3 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ યુને 'માર્શલ લૉ' લાગૂ કર્યો હતો. પરંતુ લોકોના હિંસક વિરોધ બાદ, તેમણે તેને હટાવવું પડ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિવાસસ્થાનની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. નિવાસસ્થાનના 500 મીટરના દાયરામાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top