સમુદ્રમાં ભારતના 'ત્રિદેવ'થી દુશ્મનો પણ થર થર કાંપશે, PM મોદીએ INS સુરત, નીલગિરી અને વાઘશીર દેશ

સમુદ્રમાં ભારતના 'ત્રિદેવ'થી દુશ્મનો પણ થર થર કાંપશે, PM મોદીએ INS સુરત, નીલગિરી અને વાઘશીર દેશને સમર્પિત કર્યા

01/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

સમુદ્રમાં ભારતના 'ત્રિદેવ'થી દુશ્મનો પણ થર થર કાંપશે, PM મોદીએ INS સુરત, નીલગિરી અને વાઘશીર દેશ

PM Narendra Modi Commissions 3 Naval Combat Craft: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે (15 જાન્યુઆરી, 2025) મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે 3 નૌકાદળના યુદ્ધ જહાજ- INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા. PM મોદીએ કહ્યું કે, "નૌકાદળનો ગૌરવશાળી ઇતિહાસ છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતમાં બન્યા છે, જે દેશની સુરક્ષાને નવી તાકત આપશે. આ સમગ્ર ક્ષેત્રને આતંકવાદ અને ડ્રગ્સની તસ્કરીથી સુરક્ષિત કરશે." નૌકાદળને નવી તાકત મળી છે. અમે નૌકાદળને મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહ્યા છીએ.

આજનો દિવસ ભારતના દરિયાઈ વારસા, નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને દુશ્મન સામે યુદ્ધ લડવાની શક્તિ આપી. તેમણે નવી શક્તિ અને દૃષ્ટિ આપી હતી. આજે, તેમની આ પવિત્ર ભૂમિ પર, આપણે 21મી સદીના નૌકાદળને સશક્ત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલી વખત છે જ્યારે એક ડિસ્ટ્રોયર, એક ફ્રિગેટ અને એક સાથે એક સબમરીન કમિશન કરવામાં આવી રહ્યા છે. ગર્વની વાત છે કે ત્રણેય મેડ ઇન ઇન્ડિયા છે."


ભારત વિસ્તરણવાદ નથી- PM મોદી

ભારત વિસ્તરણવાદ નથી- PM મોદી

PM મોદીએ કહ્યું કે, "આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ભારત વિસ્તરણવાદની નહીં, પરંતુ વિકાસની ભાવનાથી કામ કરે છે. 15 જાન્યુઆરીને આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા દરેક બહાદુરને હું નમન કરું છું જે. હું ભારત માતાની રક્ષામાં રોકાયેલા દરેક વીર-વીરાંગનાઓને અભિનંદન આપું છું.

PM મોદીએ કહ્યું કે, "ભારતે હંમેશાં ખુલ્લા, સુરક્ષિત, સમાવિષ્ટ અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપ્યું છે, તેથી જ્યારે દરિયાકાંઠાના દેશોના વિકાસની વાત આવી, ત્યારે ભારતે SAGARનો મંત્ર આપ્યો. SAGAR એટલે કે પ્રદેશમાં દરેક માટે સુરક્ષા અને વિકાસ છે. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ ઘણા મોટા નિર્ણયો સાથે શરૂ થયો છે. અમે ઝડપી ગતિએ નવી નીતિઓ બનાવી છે, અમે દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાર્યો શરૂ કર્યા છે, દેશના દરેક ખૂણા, દરેક ક્ષેત્રનો વિકાસ થાય, અમે આ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.


INS સુરતની વિશેષતાઓ

INS સુરતની વિશેષતાઓ

INS સુરત 15B ક્લાસ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને અંતિમ જહાજ છે, જે વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક ડિસ્ટ્રોયરમાંનું એક છે. તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક શસ્ત્ર-સેન્સર પેકેજ અને અદ્યતન નેટવર્ક-કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે દુશ્મનના રડાર પર નહીં આવે. તેમાં સપાટીથી હવામાં પ્રહાર કરનારા 2 વર્ટિકલ લૉન્ચર્સ છે. તેનાથી, એક સમયે 16 બ્રહ્મોસ મિસાઇલો છોડી શકાય છે. તેમાં રૉકેટ લોન્ચર અને ટોર્પિડો લૉન્ચર પણ છે, જે દુશ્મન સબમરીનનો નાશ કરવામાં સક્ષમ છે.


INS વાઘશીરની વિશેષતાઓ

INS વાઘશીરની વિશેષતાઓ

INS વાઘશીર P75 સ્કોર્પિયન પ્રોજેક્ટની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે. આ સબમરીન ઉત્પાદનમાં ભારતની વધતી જતી તાકત દર્શાવે છે. તેનું નિર્માણ ફ્રેન્ચ નેવી ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. તે દુશ્મનના રડારથી બચવા, વિસ્તાર પર નજર રાખવા, ઉચ્ચ-ટેક્નોલોજીવાળા ધ્વનિ નિયંત્રણનો ઉપયોગ કરવા અને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં સક્ષમ છે. INS વાઘશીરની ઊંચાઈ 40 ફૂટ છે. પાણીની અંદર તેની ગતિ 35 કિમી/કલાક છે અને પાણીની સપાટી પર તે કિમી/કલાક છે. આ સબમરીન સપાટી-વિરોધી અને સબમરીન-વિરોધી કામગીરી કરવામાં નિષ્ણાત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top