Video: મહાકુંભ દરમિયાન ગંગા નદીના પુલ પરથી પડી ગઇ 8 વર્ષની બાળકી, તેની પાછળ માતા અને ભાઇએ પણ..

Video: મહાકુંભ દરમિયાન ગંગા નદીના પુલ પરથી પડી ગઇ 8 વર્ષની બાળકી, તેની પાછળ માતા અને ભાઇએ પણ લગાવી છલાંગ; પછી..

01/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: મહાકુંભ દરમિયાન ગંગા નદીના પુલ પરથી પડી ગઇ 8 વર્ષની બાળકી, તેની પાછળ માતા અને ભાઇએ પણ..

Mahakumbh Mela 2025: પ્રયાગરાજમાં આજે મહાકુંભની શરૂઆત થઇ ગઈ છે. દેશ-વિદેશથી ભાવિક ભક્તો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. અત્યાર સુધી લગભગ 60 લાખથી વધુ શ્રદ્વાળુંઓએ ત્રિવેણી સંગમમ ડૂબકી લગાવી છે, પરંતુ આ દરમિયાન એક ઘટના ઘટી હતી. મહાકુંભ દરમિયાન ગંગા નદીના પુલ પરથી 8 વર્ષની પડી ગઇ બાળકી હતી. તેની પાછળ જ બાળકીની માતા અને ભાઇએ પણ છલાંગ લગાવી દીધી હતી. ત્યારબાદ ત્યાં હાજર SDRF અને NDRFના સ્ફૂર્તિલા જવાનોએ અદમ્ય સાહસ દેખાડતા આ ત્રણેયને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


આજથી મહાકુંભની શરૂઆત

આજથી મહાકુંભની શરૂઆત

પ્રયાગરાજમાં સંગમ કિનારે આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા, મહાકુંભની શરૂઆત સોમવારે પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રથમ મુખ્ય સ્નાન વિધિ સાથે થઇ ગઇ છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમ સ્થળ પર યોજાનાર શ્રદ્ધાના આ મહાન કાર્યક્રમમાં આગામી 45 દિવસ દરમિયાન આધ્યાત્મિકતાના અનેક રંગો વિખેરાશે. આ મહાકુંભનું આયોજન 12 વર્ષ બાદ થઇ રહ્યું છે. જોકે, સંતોનો દાવો છે કે આ ઘટના માટે ખગોળીય ફેરફારો અને સંયોજનો 144 વર્ષ પછી થઇ રહ્યા છે જે આ અવસરને વધુ શુભ બનાવી રહ્યા છે. કદાચ એટલા માટે જ ઉત્તર પ્રદેશ સરકારને વિશ્વાસ છે કે આ વખતે મહાકુંભમાં 35 કરોડ ભક્તો આવશે.


સવારે 9:30 વાગ્યા સુધીમાં, 60 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

સવારે 9:30 વાગ્યા સુધીમાં, 60 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

પોષ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં ત્રિવેણી સંગમ કિનારે સ્નાન મહોત્સવ દરમિયાન સવારે 9:30 વાગ્યા સુધી 60 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. અહીં શ્રદ્ધાળુઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓ પોતે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top