વિધર્મી યુવકે 23 હિન્દુ છોકરીઓને બનાવી શિકાર, 50નો હતો ટારગેટ; આ રીતે ફૂટ્યો ભાંડો
ઉત્તર પ્રદેશની મથુરા પોલીસે સોશિયલ મીડિયા પર અશ્લીલ અને ઉશ્કેરણીજનક પોસ્ટ પોસ્ટ કરવા બદલ ઇમરાન નામના યુવકની ધરપકડ કરી છે. ઇમરાન હિન્દુ છોકરીઓના અશ્લીલ ફોટા પાડીને પોતાના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરતો હતો. તે આ છોકરીઓને પોતાની ‘ગર્લફ્રેન્ડ’ બતાવતો હતો અને કહેતો હતો કે તેનો ટાર્ગેટ 50 છોકરીઓને ફસાવવાનો છે.
જોકે, હિન્દુ સંગઠનોને આ વાતની જાણ થતા જ હોબાળો મચી ગયો. લોકોમાં ગુસ્સે ભરાઈ ગયો. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. પૂછપરછ બાદ આરોપી ઇમરાનની ધરપકડ કરવામાં આવી. હવે પોલીસ આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે મથુરાના થાણા કોતવાલી વિસ્તારના મછલી મોહલ્લાનો રહેવાસી ઇમરાન ઓટો ડ્રાઇવર તરીકે કામ કરે છે. તે હિન્દુ છોકરીઓને હિન્દુ નામ બતાવીને પોતાની પ્રેમ જાળમાં ફસાવતો હતો અને પછી તેમના અશ્લીલ ફોટા/વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતો હતો. તેણે સોશિયલ મીડિયા પર ઘણી છોકરીઓના ફોટા પોસ્ટ કર્યા છે.
આ બાબતની જાણકારી હિન્દુ સંગઠનોને મળતા હોબાળો મચી ગયો. આરોપી ઇમરાનની ધરપકડની માગ વધતા પોલીસ પણ સક્રિય થઈ ગઈ. ગઈકાલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો. એવું કહેવાય છે કે તેણે અત્યાર સુધીમાં 23 હિન્દુ છોકરીઓને પોતાની હરકતની ભોગ બનાવી છે.
ઇમરાન હિન્દુ છોકરીઓને શોધતો હતો અને તેમને પોતાની ઓટોમાં ગમે ત્યાં લઈ જવા તૈયાર રહેતો હતો. એ તો ઠીક તેમની પાસેથી પૈસા પણ માગતો નહોતો. પોતાની જાળમાં ફસાવ્યા બાદ, તે છોકરીઓના મોબાઇલ નંબર લેતો હતો અને પોતાનો નંબર આપતો હતો. તે કહેતો હતો કે જ્યારે પણ તમને ઓટોની જરૂર હોય ત્યારે મને ફોન કરીને બોલાવી લેજો. આ રીતે, તે ધીમે-ધીમે છોકરીઓ સાથે મિત્રતા વધારતો હતો અને પછી તેમને પ્રેમની જાળમાં ફસાવીને, તે ફોટા/વીડિયો બનાવતો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પોતાનો 'ટાર્ગેટ' પૂરો કરતો હતો.
#मथुरा में ऑटो चालक के भेष में इमरान नामक युवक का घिनौना चेहरा सामने आया है। आरोपी कॉलेज जाती युवतियों को मुफ्त में लिफ्ट देता, फिर उन्हें प्रेमजाल में फंसाकर उनके अश्लील फोटो-वीडियो बनाता और सोशल मीडिया पर वायरल करता था। पुलिस जांच में पता चला कि उसका टारगेट 50 लड़कियों का था,… pic.twitter.com/tDMBePoGlb — UttarPradesh.ORG News (@WeUttarPradesh) June 9, 2025
#मथुरा में ऑटो चालक के भेष में इमरान नामक युवक का घिनौना चेहरा सामने आया है। आरोपी कॉलेज जाती युवतियों को मुफ्त में लिफ्ट देता, फिर उन्हें प्रेमजाल में फंसाकर उनके अश्लील फोटो-वीडियो बनाता और सोशल मीडिया पर वायरल करता था। पुलिस जांच में पता चला कि उसका टारगेट 50 लड़कियों का था,… pic.twitter.com/tDMBePoGlb
કથિત રીતે, ઇમરાનનો 50 છોકરીઓને ફસાવવાનો ટાર્ગેટ હતો. આ કેસમાં, SSP શ્લોક કુમારનું કહેવું છે કે પોલીસ સ્ટેશન કોતવાલી પોલીસે ઇમરાન નામના યુવકની ધરપકડ કરી છે. ઈમરાને સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ/યુવતીઓના અશ્લીલ ફોટા પોસ્ટ કર્યા હતા અને વાહિયાત ટિપ્પણીઓ કરી હતી. આ બાબતની નોંધ લેતા, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp