વેબ સીરીઝના પ્લોટ જેવી સત્યઘટના! આ જાણ્યા બાદ ‘હનીમૂન’ પર જવાની ય બીક લાગશે!

વેબ સીરીઝના પ્લોટ જેવી સત્યઘટના! આ જાણ્યા બાદ ‘હનીમૂન’ પર જવાની ય બીક લાગશે!

06/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

વેબ સીરીઝના પ્લોટ જેવી સત્યઘટના! આ જાણ્યા બાદ ‘હનીમૂન’ પર જવાની ય બીક લાગશે!

ઇન્દોર:

હનીમૂન પર જનારા નવપરિણીત લોકોના મનમાં અનેક કુંપળો ફૂટતી હોય છે. પણ ઘણી વાર વાસનામાં અંધ બનેલ વ્યક્તિ એવો કાંડ કરી નાખે છે, જેના વિષે જાણીને બીજા નવ દંપતિઓ પણ હનીમૂન પર જતા પહેલા એકબીજાને શંકાની નજરે જોતા થઇ જાય! ઇન્દોરથી આવી જ એક ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.


રાજા અને સોનમના હનીમૂન દરમિયાન એવું તે શું થયું?

રાજા અને સોનમના હનીમૂન દરમિયાન એવું તે શું થયું?

રાજા રઘુવંશીને ક્યા ખબર હતી કે તેણે જે સ્ત્રીને ને પોતાની પત્ની બનાવી તે હનીમૂન પર કંઈક અલગ જ કાંડ કરવાની છે! રાજા રઘુવંશી અને ગોવિંદ કોલોનીની સોનમના લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ ૧૧ મે ના રોજ થયા હતાં અને આ નવદંપત્તિ ૨૦ મેના રોજ હનિમૂન માટે મેઘાલયના શિલોંગ જવા રવાના થયા. ૨૨મી મેના રોજ તેઓ માવલાખિયાત ગામમાં શિપ્રા હોમ સ્ટેમાં રોકાયા અને ૨૩મી મે એ બંનેએ હોટેલમાંથી ચેક આઉટ કર્યું અને આ પછી તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે ૨ જૂનના રોજ રાજાનો મૃતદેહ વિજાડોંગ ધોધ નજીક એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો ત્યારે આ મામલો હત્યાનો છે એવું સામે આવ્યું. આ તો હતો ઘટનાક્રમ, પરંતુ મૃત્યુ પાછળનું કારણ તો હજી શરમજનક છે.


સોનમે શું કાંડ કરી નાખ્યો?

સોનમે શું કાંડ કરી નાખ્યો?

સોનમ રઘુવંશીનો પતિ જીવનમાં સારી રીતે સેટલ હતો. સાસરિયાઓ પણ સારી રીતે સ્થાયી થયા હતા. પણ સોનમ એક એવા પુરુષના પ્રેમમાં હતી જે તેના જ પિતાની ફેક્ટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. સોનમ અને એ વ્યક્તિ સાથે રહેવા માંગતા હતા, પણ સોનમનો પ્રેમી ગરીબ હોવાને કારણે આ શક્ય નહોતું. બીજી તરફ પરિવારે સોનમ માટે રાજા રઘુવંશી નામનો છોકરો પસંદ કર્યો હતો. આથી સોનમે પ્લાન બનાવ્યો કે પરિવારની મરજી મુજબ રાજા સાથે લગ્ન કરી લેવા. અને ત્યાર બાદ મોકો મળતા સાસરિયામાંથી રૂપિયા અને દાગીના લઈને પ્રેમી સાથે નાસી છૂટવું! સોનમે ભાગીને નેપાળ જવાની યોજના બનાવી હતી. આ માટે તે હનીમૂનના બહાને પતિને મેઘાલય લઈ ગઈ હતી. જ્યાં તેણે ત્રણ સાગરીતોની મદદથી પતિ રાજા રઘુવાન્શીનીહાત્યા કરાવી નાખી હતી. જો કે શિલોંગ પોલીસે આ આખો કેસ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો હતો. રાજાની હત્યામાં સામેલ ત્રણ આરોપીઓને ઇન્દોરથી તેમજ સોનમને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top