યમનમાં ભારતીય નર્સને મળી મોતની સજા, જાણો ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
Kerala Nurse on Death Row in Yemen: લાંબા સમયથી ગૃહયુદ્ધની ઝપેટમાં ઘેરાયેલા દેશ યમનથી ભારતને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. યમનમાં એક ભારતીય નર્સને મોતની સજા ફટકારવામાં આવી છે. કેરળ સ્થિત ભારતીય નર્સ નિમિષા પ્રિયાને કથિત રીતે યમનના નાગરિકની હત્યા કરવા બદલ મોતની સજા આપવામાં આવી છે. હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આવો જાણીએ આ મુદ્દે વિદેશ મંત્રાલયે શું કહ્યું છે.
મંગળવારે એક મીડિયાના એક સવાલના જવાબમાં, ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે, 'અમે યમનમાં નિમિષા પ્રિયાને થયેલી સજાથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે પ્રિયાનો પરિવાર સંબંધિત વિકલ્પોની શોધ કરી રહ્યો છે. સરકાર આ મામલે શક્ય તમામ મદદ કરી રહી છે.'
Our response to media queries regarding the case of Ms. Nimisha Priya:https://t.co/DlviLboqKG pic.twitter.com/tSgBlmitCy — Randhir Jaiswal (@MEAIndia) December 31, 2024
Our response to media queries regarding the case of Ms. Nimisha Priya:https://t.co/DlviLboqKG pic.twitter.com/tSgBlmitCy
નિમિષા પ્રિયા ભારતના કેરળની રહેવાસી છે. તે વર્ષ 2011 થી યમનના સનામાં કામ કરી રહી છે. નિમિષાને જુલાઈ 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી. વર્ષ 2018માં નિમિષાને મોતની સજા ફટકારવામાં આવી હતી. તેણે વર્ષોથી પોતા સજા સામે લડત આપી છે.
નિમિષાના પરિવારે તેની મુક્તિ માટે નોંધપાત્ર કાયદાકીય અને રાજદ્વારી પ્રયાસો કર્યા છે. મળતી માહિતી મુજબ, યમનના રાષ્ટ્રપતિ રશદ અલ-અલિમીએ નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે. અહેવાલ છે કે નિમિષાને એક મહિનામાં ફાંસી આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp