ઉત્તરાયણના દિવસે 108 સેવાને અધધ આટલા કૉલ્સ મળ્યા

ઉત્તરાયણના દિવસે 108 સેવાને અધધ આટલા કૉલ્સ મળ્યા

01/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઉત્તરાયણના દિવસે 108 સેવાને અધધ આટલા કૉલ્સ મળ્યા

પતંગ રસિયાઓનો મહાપર્વ એટલે ઉત્તરાયણ. 14 જાન્યુઆરીએ ગુજરાતમાં ખૂબ ધામધુમથી ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવ્યો. લપેટ.. લપેટ..ના અવાજો અને લાઉડસ્પીકરો સાથે લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી. આમ તો ઉત્તરાયણના અગાઉથી જ પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનું ચાલુ કરી દેતા હોય છે, પરંતુ આ દરમિયાન પતંગના દોરાને કારણે લોકોના ગળા કપાઈ જવાના બનાવો ઘણા બનતા હોય છે. લોકો સાથે-સાથે જ પતંગના દોરાને કારણે પક્ષીઓ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે. આ વખતે ઉત્તરાયણના અવસર પર 108 એમ્બ્યુલન્સ સેવાને પણ ખૂબ કૉલ્સ આવ્યા હતા.


108ને ગયા વર્ષની તુલનામાં 345 કેસ વધારે મળ્યા

108ને ગયા વર્ષની તુલનામાં 345 કેસ વધારે મળ્યા

ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 4947 જેટલા ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. જે ગયા વર્ષની તુલનામાં 345 વધુ છે. રાજ્યમાં ઉતરાયણના દિવસે પતંગની જીવલેણ દોરીથી 6 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે 143 જેટલા લોકો દોરીથી ઇજાગ્રસ્ત થયા હતા. ધાબા પરથી પડવાના 10થી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 39  લોકોને દોરીથી ઇજાઓ પહોંચી હતી, જેમાં 34 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે દર્દીને 4 એડમિટ કરવાની ફરજ પડી હતી.


આ 6 લોકોએ પતંગની દોરીથી જીવ ગુમાવ્યા

આ 6 લોકોએ પતંગની દોરીથી જીવ ગુમાવ્યા

પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે 5 વર્ષીય બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થઇ ગયું હતું. રાજકોટના કુવાડવા રોડ પસાર થઈ રહેલા યુવકના ગળા દોરી ફસાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને હૉસ્પિટલ લઈ જતી વખતે યુવકનું મોત થઇ ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ઓડુ ગામના ઈશ્વર ઠાકોર નામના યુવકના ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેનું મોત થઇ ગયું હતું.

વડોદરાના કરજણ, પાદરા, છાણી સહિતના વિસ્તારોમાં દોરીથી ગંભીર ઈજાઓ પહોંચ્યાના 6 ઘટનાઓ સામે આવી હતી. જેમાં છાણીમાં દોરી વાગવાથી મધુરી પટેલ (ઉંમર 35)નું મોત નીપજ્યું હતું. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામના માનસાજી ઠાકોર (ઉંમર. 35) કામ અર્થે વડનગર ગયા હતા. ત્યારબાદ તેઓ પોતાનું કામ પતાવીને બાઈક પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. માનસાજીને ગળાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. ભાવનગરમાં પણ પતંગની દોરીને કારણે એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top