ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાશ, અધધ આટલી શાળાઓમાં એક-એક જ શિક્ષક કાર્યરત

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાશ, અધધ આટલી શાળાઓમાં એક-એક જ શિક્ષક કાર્યરત

01/04/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાશ, અધધ આટલી શાળાઓમાં એક-એક જ શિક્ષક કાર્યરત

Gujarat Education System Exposed: વિકાસ તરફ આગળ વધવાનો દાવો કરતી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હકીકતમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ગુજરાતના શિક્ષણ વિભાગને લઈને ઘણી બાબતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતની 2462 શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક-એક શિક્ષક કાર્યરત છે. એ સિવાય આ તમામ શાળાઓમાં 87000 થી વધુ છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે.


'274 શાળાઓ વિદ્યાર્થી નથી છતા 382 શિક્ષકો ભણાવવા માટે નોંધાયેલા '

'274 શાળાઓ વિદ્યાર્થી નથી છતા 382 શિક્ષકો ભણાવવા માટે નોંધાયેલા '

રિપોર્ટમાં દર્શાવેલ રેશિયો મુજબ ગુજરાતમાં દર 25 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ, જે મુજબ 87000 વિદ્યાર્થીઓ માટે કુલ 4 લાખ 59 હજાર શિક્ષકો હોવા જોઈએ. તો, રાજ્યમાં આ 87000 વિદ્યાર્થીઓ માટે માત્ર 3,94,000 શિક્ષકો કામ કરી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આ રિપોર્ટમાં એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 274 એવી શાળાઓ છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, છતા 382 શિક્ષકો અહીં ભણાવવા માટે નોંધાયેલા છે.


70 ટકા શિક્ષકો લાયકાત ધરાવતા નથી

70 ટકા શિક્ષકો લાયકાત ધરાવતા નથી

આ સિવાય રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના શહેરી વિસ્તારોમાં કામ કરતા 70 ટકા શિક્ષકો પ્રોફેશનલી લાયકાત ધરાવતા નથી. જો કે કેન્દ્રીય મંત્રાલયના આ રિપોર્ટમાં અન્ય રાજ્યોના શિક્ષણ સ્તરને લઈને પણ ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. પરંતુ વિકસિત રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતના શિક્ષણ વિભાગની વાસ્તવિકતા આશ્ચર્યજનક છે. ગુજરાતમાં રોજે વિકાસ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થઈ રહ્યા છે. તેમાં ઘણા નવા પ્રોજેક્ટ્સ તેમજ જૂના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top