Rajkot: રમકડાંની પેઢીના શૉરૂમમાં સ્ટેટ GST ટીમના દરોડા, 6 દુકાનો સીલ
State GST team raid in Rajkot toy company: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી GST વિભાગ સતત સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યો છે. એક બાદ એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ અને સ્ટેટ GST દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ રાજકોટમાં પ્રાઇડ ગ્રુપ અને વન વર્લ્ડ ગ્રુપ પર સેન્ટ્રલ GST વિભાગે દરોડા પડ્યા હતા. આડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે GSTની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હવે રાજકોટમાં રમકડાની પેઢીના શૉરૂમ પર સ્ટેટ GST વિભાગે તવાઈ બોલાવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના યાજ્ઞિકા રોડ પર સીમંધર ટોય્ઝની દુકાનમાં સ્ટેટ GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વેપારી દ્વારા મોટી કર ચોરી કરાઈ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરાઇ છે. GST વિભાગના અધિકારીઓ દ્વારા 6 દુકાનોને સીલ કરી દીધી છે અને નોટિસ લગાવી દેવામાં આવી છે. દુકાન અને પેઢીમાંથી બેનામી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં કર ચોરી પકડાય તેવી પણ શક્યાતોએ પણ વર્તાઇ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp