Gujarat: આ ઐતિહાસિક સ્થળે 4500 કરોડમાં બનશે હેરિટેજ કોમ્પ્લેક્સ, બતાવશે 5000 વર્ષ જૂનો ભારતીય ઈ

Gujarat: આ ઐતિહાસિક સ્થળે 4500 કરોડમાં બનશે હેરિટેજ કોમ્પ્લેક્સ, બતાવશે 5000 વર્ષ જૂનો ભારતીય ઈતિહાસ

12/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: આ ઐતિહાસિક સ્થળે 4500 કરોડમાં બનશે હેરિટેજ કોમ્પ્લેક્સ, બતાવશે 5000 વર્ષ જૂનો ભારતીય ઈ

Gujarat Built Heritage Complex in Historical Place:  ગુજરાતમાં આમ તો જોવાલાયક ઘણા સ્થળ છે. તેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લેવર્સ, મેઝ ગાર્ડન, કચ્છનું રણ, દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર, પાવાગઢ અને અંબાજી મંદિરનો સમાવેશ થાય છે. આ સ્થળોને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. પરંતુ ગુજરાતનું એક એવું સ્થળ છે જે ખૂબ જ શાંત છે, પ્રવાસીઓની ભીડથી દૂર છે. અહીંની દિવાલો પર તમને ગુજરાતનો 5000 વર્ષ જૂનો ઈતિહાસ જોવા મળશે. આ જગ્યાનું નામ છે લોથલ હેરિટેજ સાઈટ.


સિંધુ ખીણની સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ

સિંધુ ખીણની સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ

લોથલ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મહત્ત્વપૂર્ણ બંદર શહેરોમાંથી એક છે. અહીંના ખંડેરોને જોઈને તમને પણ ઈતિહાસમાં રસ પડવા લાગશે. પ્રવાસીઓ માટે અહીં એક મ્યૂઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી પ્રવાસીઓ લોથલનો ઈતિહાસ સમજી શકે છે. એવું માનવામાં આવે છે કે લોથલ પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું, જ્યાંથી પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં મોતી અને રત્નોનો વેપાર થતો હતો.


4,500 કરોડમાં બનશે NMHC

4,500 કરોડમાં બનશે NMHC

ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનાવવામાં આવશે. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે લોથલમાં 4,500 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

સમગ્ર પ્રોજેક્ટમાં ભારતના 5000 વર્ષ જૂના ઈતિહાસને દર્શાવવામાં આવશે. તેનાથી વિશ્વને દરિયાઈ ઈતિહાસ જાણવામાં મદદ મળશે, જે બતાવશે કે ભારતમાં 5000 વર્ષ અગાઉ દરિયાઈ વેપાર કેવી રીતે ચાલતો હતો. 5000 વર્ષ જૂનું લોથલ બનાવવામાં આવશે, જ્યારે લોકો આવશે ત્યારે તેઓ 3 દિવસમાં આખું કોમ્પ્લેક્સ જોઈ શકશે અને અહીં આવનાર તમામ લોકોએ 5000 વર્ષ જૂના કપડાં પહેરવા પડશે. તે સમયે ચલણમાં રહેલા સિક્કા અને રૂપિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે.


રીક્રિએશન કરવામાં આવશે હડપ્પન સમયગાળો

રીક્રિએશન કરવામાં આવશે હડપ્પન સમયગાળો

તેમણે વધુમાં કહ્યું કે, ભારતના સમુદ્ર સાથે જોડાયેલા 12 રાજ્યોનો અલગ-અલગ ઈતિહાસ છે, તે તમામ ઈતિહાસ અહીં બતાવવામાં આવશે. દરિયાકાંઠાના તમામ રાજ્યોથી ગેલેરીઓ બનાવવામાં આવશે. નોકાદળ અને એરફોર્સ ગેલેરી બનાવવામાં આવશે. વિશ્વનું સૌથી ઊંચું 77 મીટર ઊંચું લાઈટ હાઉસ બનાવવામાં આવશે. જે અહીંથી 80 કિમી દૂર અમદાવાદ સુધી રોશનીથી ઝળહળી ઉઠશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ આ ગુજરાતનું બીજું સૌથી મોટું પર્યટન સ્થળ હશે. આ વ્યવસ્થા પર્યટન અને સંશોધનની દૃષ્ટિએ દેશ અને વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ફેઝ-1 જાન્યુઆરીના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જો કે, સમગ્ર પ્રોજેક્ટ વિવિધ તબક્કામાં બનાવવામાં આવશે. તેને બનાવવામાં 5 વર્ષ લાગશે. હડપ્પા કાળનું રીક્રિએશન કરવામાં આવશે. હાલમાં સમગ્ર પ્રોજેક્ટ રૂ. 4500 કરોડમાં પૂર્ણ થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top