RSSની પૃષ્ઠભૂમિ, ગુજરાત સાથે કનેક્શન, જાણો કેમ ભાજપે મિલ્કીપુર બેઠક પરથી ચંદ્રભાનુ પાસવાન પર લગ

RSSની પૃષ્ઠભૂમિ, ગુજરાત સાથે કનેક્શન, જાણો કેમ ભાજપે મિલ્કીપુર બેઠક પરથી ચંદ્રભાનુ પાસવાન પર લગાવ્યો દાવ

01/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

RSSની પૃષ્ઠભૂમિ, ગુજરાત સાથે કનેક્શન, જાણો કેમ ભાજપે મિલ્કીપુર બેઠક પરથી ચંદ્રભાનુ પાસવાન પર લગ

Who is Chandrabhanu Paswan: અયોધ્યાની મિલ્કીપુર પેટાચૂંટણીમાં, ભાજપે પાસી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. હવે આ બેઠક પરનો મુકાબલો પાસી વિરુદ્ધ પાસી બની ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાને લગભગ 10 કરતા વધુ દાવેદારોને હરાવીને ટિકિટ જીતી લીધી છે. ચંદ્રભાનુ પાસવાનને ટિકિટ આપીને ભાજપે માત્ર રાજકીય પંડિતોને જ નહીં, પરંતુ સમાજવાદી પાર્ટીને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે.

નીચંદ્રભાન પાસવાન પણ RSS પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પિતા રામલખન દાસ ગામના સરપંચ છે અને RSS સાથે જોડાયેલા છે. આ ઉપરાંત ચંદ્રભાનુ પાસવાન કપડાં અને કાગળનો જથ્થાબંધ વ્યવસાય કરે છે, જેના કારણે તેમનો વ્યવસાય સુરત અને અમદાવાદ સુધી ફેલાયેલો છે. રાજકીય અનુભવની વાત કરીએ તો, તેઓ રૂદૌલીથી જિલ્લા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમની પત્ની કંચન હાલમાં રૂદૌલીથી જિલ્લા પંચાયતના સભ્ય છે. તેથી, ચંદ્રભાનુ પાસવાનને પણ ચૂંટણીનો અનુભવ છે.


આ છે ભાજપની રણનીતિ

આ છે ભાજપની રણનીતિ

ભાજપે નવા અને યુવાન ચહેરાઓને આગળ લાવીને ઘણા સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં, મિલ્કીપુર બેઠક પર પાસી મતદારોની સંખ્યા ઘણી સારી છે. આ જ કારણ છે કે સમાજવાદી પાર્ટીએ તેના 2 વખતના ધારાસભ્ય અને અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદને ટિકિટ આપી છે. અજીત પ્રસાદ પણ પાસી સમુદાયના છે. મિલ્કીપુર બેઠક પર 60 હજાર બ્રાહ્મણ મતદારો છે. ભાજપને લાગે છે કે પાસી મતદારોને વિભાજીત કરીને પેટાચૂંટણીમાં ફાયદો ઉઠાવી શકાય છે.

ભાજપની પ્રતિષ્ઠા દાવ પર

વાસ્તવમાં, અખિલેશ યાદવે PDA ફોર્મ્યૂલા હેઠળ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. દલિત મતદારોની બહુમતી હોવાથી, પાસી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યો. આ બેઠક પર પાસી સમુદાયના મત 55000 છે. ઉપરાંત, મુસ્લિમોની સંખ્યા વધુ હોવાથી, અખિલેશનું પગલું અસરકારક લાગતું હતું. OBCમાં, યાદવ સમુદાયના 55,000 મતદારો પણ સપાની તરફેણમાં વાતાવરણ બનાવી રહ્યા હતા. પરંતુ અયોધ્યા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધી છે. આ જ કારણ છે કે ભાજપે પાસી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતારીને સપાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. ભાજપની યોજના એ છે કે પાસી મતોનું વિભાજન કરીને તે PDA ફોર્મ્યૂલાને નબળી બનાવી શકે.


ચંદ્રભાનુ પાસવાન કોણ છે?

ચંદ્રભાનુ પાસવાન કોણ છે?

ચંદ્રભાનુ પાસવાન રૂદૌલીના પરસૌલી ગામના રહેવાસી છે. હાલમાં ચંદ્રભાન પાસવાન જિલ્લા કાર્યકારી સમિતિના સભ્ય છે. 3 એપ્રિલ, 1986ના રોજ જન્મેલા ચંદ્રભાનની શૈક્ષણિક લાયકાત B.Com, M.Comબી અને LLB છે. રાજ્યના રાજકારણમાં આ નામ અજાણ્યું હોવા છતા, ચંદ્રભાનનો આ વિસ્તારમાં સારો પ્રભાવ છે. પિતા ગામના સરપંચ છે અને પત્ની જિલ્લા પંચાયતની સભ્ય છે. ચંદ્રભાન પાસવાનને ટિકિટ મળતાની સાથે જ તેમના ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. મેન્ડેટ મળ્યા બાદ ચંદ્રભાન પાસવાને કહ્યું કે પેટાચૂંટણીમાં મિલ્કીપુરના લોકો તેમની સાથે છે અને તેઓ આ બેઠક જીતીને ભાજપના ઝોળીમાં મૂકશે. તેમને અપેક્ષા નહોતી કે પાર્ટીના નાના કાર્યકરને ટિકિટ મળશે. પાર્ટીએ મારા પર જે વિશ્વાસ દર્શાવ્યો છે તેને હું વિજય સાથે પૂર્ણ કરીશ. સામે કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી.


ચંદ્રભાનુની રાજકીય સફર

ચંદ્રભાનુની રાજકીય સફર

મિલ્કીપુરથી ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાને બહુજન સમાજ પાર્ટીથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણી સુધી BSPમાં સક્રિય રહ્યા, ત્યારબાદ તેમની વચ્ચે અંતર વધ્યું અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ, તેઓ ભાજપની નજીક આવ્યા. મિલ્કીપુરથી ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાન 2010માં વિધાન પરિષદ સભ્યની ચૂંટણી દરમિયાન BSP ઉમેદવાર મનોજ સિંહને ટેકો આપવા માટે ખૂબ જ સક્રિય હતા, અને 2014ની લોકસભા ચૂંટણીમાં BSP ઉમેદવાર જિતેન્દ્ર સિંહ બબલૂ માટે પ્રચાર કર્યો હતો. તેઓ 2015 થી 2017 સુધી BSPના જિલ્લા મહામંત્રી હતા. આ સમયગાળા દરમિયાન, 2015માં જિલ્લા પંચાયતના સભ્ય પદ માટે યોજાયેલી ચૂંટણીમાં, તેમની પત્ની કંચન પાસવાને BSPના સમર્થનથી રૂદૌલી પંચમ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપા સાથે અંતર હતું. ત્યારબાદ તેઓ ભાજપની નજીક આવ્યા અને ત્યારથી ભાજપ સાથે તેમનો સંબંધ અકબંધ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top