Manmohan Singh Property: મનમોહન સિંહ પર કોઇ દેવું નહોતું, વાંચો પૂર્વ PM પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા
Manmohan Singh death Updates: દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થઇ ગયું હતું. તેમણે દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે સાંજે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.
મનમોહન સિંહના પરિવારમાં તેમના પત્ની અને 3 બાળકો છે. કેન્દ્ર સરકારે ડૉ.મનમોહન સિંહના નિધન પર 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ડૉ.મનમોહન સિંહે પહેલા આર્થિક સલાહકાર તરીકે દેશની સેવા કરી અને ત્યારબાદ તેઓ દેશના નાણામંત્રી અને વડાપ્રધાન પણ બન્યા.
મનમોહન સિંહની કુલ સંપત્તિની વાત કરીએ તો તે કરોડોમાં છે. વર્ષ 2018માં મનમોહન સિંહે રાજ્યસભા સીટ માટે નોમિનેશન ભર્યું હતું. નોમિનેશન ફાઇલ કરતી વખતે મનમોહન સિંહે પોતાની કુલ સંપત્તિ 15.77 કરોડ રૂપિયા જાહેર કરી હતી. તો, એફિડેવિટ અનુસાર, વર્ષ 2018-19માં તેમની કુલ કમાણી લગભગ 90 લાખ રૂપિયા હતી. તેમની આવાસીય સંપત્તિ અને બેંક થાપણો ઉપરાંત, ચંદીગઢ અને દિલ્હીમાં તેમના એપાર્ટમેન્ટની કિંમત 11 વર્ષ અગાઉ 7.27 કરોડ રૂપિયા હતી અને ત્યારથી તેમની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.
વર્ષ 2013માં, તેમણે તેમના SBI ખાતામાં જમા અને રોકાણમાં કુલ 3.46 કરોડ રૂપિયા હતા. સોગંદનામામાં એમ પણ જણાવાયું હતું કે તેમની પાસે કોઈ દેવું બાકી નથી. તેની પાસે 30,000 રૂપિયાની રોકડ અને 3.86 લાખ રૂપિયાની જ્વેલરી હતી. આ સિવાય 2013ના એફિડેવિટ મુજબ તેમની પાસે પોસ્ટલ સેવિંગ સ્કીમમાં 12 લાખ 76 હજાર રૂપિયા હતા.
ડૉ.મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો. જ્યાં તેમનો જન્મ થયો તે ગામનું નામ ગાહ હતું. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે મનમોહન સિંહનો પરિવાર અમૃતસરમાં આવીને સ્થાયી થયો હતો. આ તેઓ અને તેમનો પરિવાર ભારતમાં રહ્યા.
ડૉ. મનમોહને ઇસ્ટ પંજાબ યુનિવર્સિટી સોનલથી વર્ષ 1948માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ, તેમણે વર્ષ 1950માં હિંદુ કૉલેજ અમૃતસર (પંજાબ યુનિવર્સિટી)થી ઇન્ટરની પરીક્ષા પાસ કરી. તેમણે વર્ષ 1952માં હિંદુ કૉલેજમાંથી BA કર્યું. જ્યારે વર્ષ 1954માં તેમણે પંજાબ યુનિવર્સિટી કૉલેજ, હોશિયારપુરમાંથી MAની ડિગ્રી લીધી. વર્ષ 1957માં, તેમણે UKની સેન્ટ જ્હોન્સ કૉલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ટ્રિપોસ (માસ્ટર્સ) ડિગ્રી મેળવી. વર્ષ 1962માં ડૉ.મનમોહન સિંહે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલની ડિગ્રી લીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp