એલ્યુમિનિયમ ફેક્ટરીના બોઇલરમાં વિસ્ફોટથી મોટી દુર્ઘટના, એક મજૂરનું મોત; 8 ઇજાગ્રસ્ત
Bihar Factory Blast: બિહારના સમસ્તીપુરમાં એક કંપનીના બોઇલરમાં વિસ્ફોટ થવાથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં બોઇલર વિસ્ફોટથી એક મજૂરનું મોત થયું છે અને 8 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં બોઇલર વિસ્ફોટ થવાને કારણે અફરાતફરી મચી ગઇ હતી.
બોઇલરમાં વિસ્ફોટ થયા બાદ કંપનીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે જ્યાં બોઇલર ફાટ્યું હતું તે જગ્યા કાટમાળમાં ફેરવાઇ ગઇ છે. કેટલાક લોકો કાટમાળ નીચે દબાયેલા પણ જોઇ શકાય છે. જોકે, પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને લોકોને બચાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એક મજૂરના મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
31 ડિસેમ્બર 2024ની સાંજે સુરત જિલ્લા (ગુજરાત)ના હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા 4 લોકોના મોત થઇ ગયા હતા અને અન્ય કેટલાક મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. તો ડિસેમ્બર 2021ની શરૂઆતમાં, બિહારના મુઝફ્ફરપુરમાં એક ફેક્ટરીમાં બોઇલર વિસ્ફોટ થતા સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ક્ષતિગ્રસ્ત બોઇલરમાંથી ધુમાડો કલાકો સુધી દેખાતો રહ્યો. તો, મુખ્યમંત્રી નીતિશ કુમારે ઔદ્યોગિક અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp