Video: યુવકનો દાવો- મેં ટ્રેનના પૈડા પાસે બેસીને 250 કિમીનો પ્રવાસ કર્યો, રેલવેની પણ આવી પ્રતિક્રિયા
Viral Video Jabalpur: મધ્યપ્રદેશના જબલપુરમાં એક યુવકે ટ્રેનના પૈંડા પાસે બેસીને 250 કિલોમીટરનો પ્રવાસ કર્યો હોવાનો દાવો કર્યો છે. હવે ભારતીય રેલવેએ તેને પાયાવિહોણું ગણાવ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર યુવકે જ્યાં બેસવાનું કહ્યું હતું. તે વ્હીલ બેઝ છે અને સતત ફરતો રહે છે. એવામાં, કોઈ એમ કરી શકે તે શક્ય નથી. આ સાથે ફેક્ટ ચેકિંગ દરમિયાન PIBએ એવી પણ માહિતી આપી છે કે જે યુવકે ટ્રેનના પૈડા પાસે બેસીને મુસાફરી કરવાનો દાવો કર્યો હતો. તે માનસિક રીતે ઠીક નથી.
PIBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના સાથે સંબંધિત એક સમાચાર શેર કર્યો અને તેને ભ્રામક ગણાવ્યો. PIBએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વ્યક્તિએ ટ્રેનના વ્હીલની એક્સલ પર બેસીને 250 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ દાવો પાયાવિહોણો અને ભ્રામક છે. ટ્રેનનું વ્હીલ સતત ફરતું રહે છે. સતત અને તેના પર બેસીને મુસાફરી કરવી શક્ય નથી."
રેલવેએ તેના પર કહ્યું કે, "આ વીડિયોમાં જે વ્યક્તિ વ્હીલના એક્સલ પર બેઠો જોવા મળી રહ્યો છે તે માનસિક રીતે અક્ષમ છે અને તેનો અહીં બેસીને 250 કિલોમીટરનો પ્રવાસ કર્યો હોવાનો દાવો પણ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. ટ્રેનનો વ્હીલ સેટ તે સતત ફરે છે અને વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ભ્રામક અને પાયાવિહોણા છે.
In a video shared on social media, it's being claimed that a person has traveled 250 kms by sitting on the axle of a train wheel#PIBFactCheck➡️This claim is baseless & misleading➡️The wheel set of train keeps rotating continuously & it's not possible to travel sitting on it pic.twitter.com/CV9H7t2XqK — PIB Fact Check (@PIBFactCheck) December 27, 2024
In a video shared on social media, it's being claimed that a person has traveled 250 kms by sitting on the axle of a train wheel#PIBFactCheck➡️This claim is baseless & misleading➡️The wheel set of train keeps rotating continuously & it's not possible to travel sitting on it pic.twitter.com/CV9H7t2XqK
શું છે મામલો?
મધ્યપ્રદેશના જબલપુરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ટ્રેનના પૈડા પાસે બેઠો/સૂતો જોવા મળ્યો હતો. જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે અહીં બેસીને ઈટારસીથી જબલપુર પહોંચ્યો હતો. આ બંને સ્થળો વચ્ચે 250 કિમીનું અંતર છે. એવામાં બધાને આશ્ચર્ય થયું, પરંતુ બાદમાં રેલવેએ કહ્યું કે આ શક્ય નથી. યુવકે એમ પણ કહ્યું હતું કે ટિકિટ ખરીદવા માટે તેની પાસે પૈસા નહોતા. આ કારણોસર તેણે આ પગલું ભર્યું હતું.
जान जोखिम में डालक शख्स कर रहा था ट्रेन का सफर,युवक के खतरनाक और जानलेवा सफर का वीडियो आया सामने,बोगी के नीचे बनी ट्रॉली में छुपकर युवक ने तय किया 250 किलोमीटर का सफर,ट्रेन नं.12149,#railmin #wcr #jabalpur #AshwiniVaishnaw pic.twitter.com/pnoDgyFi0X — Journalist Rajesh Vishwakarma (@rajeshjbp63101) December 26, 2024
जान जोखिम में डालक शख्स कर रहा था ट्रेन का सफर,युवक के खतरनाक और जानलेवा सफर का वीडियो आया सामने,बोगी के नीचे बनी ट्रॉली में छुपकर युवक ने तय किया 250 किलोमीटर का सफर,ट्रेन नं.12149,#railmin #wcr #jabalpur #AshwiniVaishnaw pic.twitter.com/pnoDgyFi0X
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp