બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી ખતમ થતા જ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, બોલ્યો- મને કોઈ અફસોસ નથી

બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી ખતમ થતા જ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, બોલ્યો- મને કોઈ અફસોસ નથી

01/06/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી ખતમ થતા જ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, બોલ્યો- મને કોઈ અફસોસ નથી

Rishi Dhawan announces retirement: ભારતીય ટીમ સિડનીમાં રમાયેલી 2025ની પ્રથમ ટેસ્ટમાં હાર સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 હારી ગઈ હતી. હવે આ સીરિઝમાં હાર બાદ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ઋષિ ધવને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે રવિવાર (05 જાન્યુઆરી) સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે મર્યાદિત ઓવરની ક્રિકેટમાંથી જ નિવૃત્તિ જાહેર કરી છે.

હિમાચલ પ્રદેશ માટે ડૉમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા ઋષિએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે મર્યાદિત ઓવરની ક્રિકેટમાંથી જ નિવૃત્તિ લઈ રહ્યો છે. મતલબ કે તે રણજી ટ્રોફી રમતો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઋષિ ભારત માટે સફેદ બૉલ ક્રિકેટ રમ્યો હતો. તેણે વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તે જ વર્ષે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે ફરીથી ક્યારેય જગ્યા ન બનાવી શક્યો.


ઋષિએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ઋષિએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

સોશિયલ મીડિયા દ્વારા તેની નિવૃત્તિ પોસ્ટ કરતા ઋષિએ લખ્યું કે, "ભારે હૃદય સાથે, જો કે મને કોઈ અફસોસ નથી, હું ભારતીય ક્રિકેટ (મર્યાદિત ઓવર)માંથી મારી નિવૃત્તિની જાહેરાત કરવા માગુ છું. આ એક એવી રમત છે જેણે છેલ્લા 20 વર્ષોમાં મારા જીવનને પરિભાષિત કર્યું છે અને મને અપાર આનંદ અને અસંખ્ય યાદો આપી છે જે હંમેશાં મારા હૃદયની ખૂબ નજીક રહેશે."

તેણે આગળ તેને મળેલી તકો માટે આભાર વ્યક્ત કર્યો અને લખ્યું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA), પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મને આપવામાં આવેલી તકો માટે હું આભાર વ્યક્ત કરવા એક ક્ષણ લેવા માગું છું."


ભારત માટે સફેદ બૉલ ક્રિકેટ રમી

ભારત માટે સફેદ બૉલ ક્રિકેટ રમી

ઋષિએ ભારતીય ટીમ માટે 3 વન-ડે અને 1 T20 ઈન્ટરનેશનલ રમી છે. વન-ડેમાં તેણે 12 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. આ સિવાય T20 ઈન્ટરનેશનલમાં તેણે 1 રન બનાવ્યો અને 1 વિકેટ લીધી હતી. ઋષિએ જાન્યુઆરી 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને જૂન 2016માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top