વિનોદ કાંબલીની હાલત જોઈને તમે પણ રડી પડશો, ચાલવામાં પણ થઇ રહી છે પરેશાની

વિનોદ કાંબલીની હાલત જોઈને તમે પણ રડી પડશો, ચાલવામાં પણ થઇ રહી છે પરેશાની

01/15/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

વિનોદ કાંબલીની હાલત જોઈને તમે પણ રડી પડશો, ચાલવામાં પણ થઇ રહી છે પરેશાની

Vinod Kamblis Video: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને તાજેતરમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા વાનખેડે સ્ટેડિયમના 50મી વર્ષગાંઠ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેમની તબિયત બગડતા તેમને થાણેની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ ગયા હતા, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. સમારોહમાં તેમનું સ્વાગત પૂર્વ ભારતીય ક્રિકેટરો સંજય માંજરેકર અને વસીમ જાફરે કર્યું હતું. વાયરલ વીડિયોમાં, કાંબલી 2 લોકોની મદદથી પોતાનો ઍવોર્ડ સ્વીકારવા જતા ખૂબ જ મુશ્કેલીથી પોડિયમ તરફ ચાલતા જોવા મળે છે.

ત્યારબાદ તેઓ મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરના પગ સ્પર્શ કરતા અને કેમેરા સામે હસતા પોઝ આપતા જોવા મળ્યા. છેલ્લા કેટલાક મહિના 52 વર્ષીય ક્રિકેટર માટે સરળ રહ્યા નથી જ્યાં તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આમાં 2013માં આવેલા હાર્ટ એટેક અને 2 હાર્ટની સર્જરીનો સમાવેશ થાય છે. હૉસ્પિટલ છોડતા પહેલા, કાંબલીએ ભારતીય ટીમની જર્સી પહેરી હતી અને બેટ પકડી રાખી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અગાઉ કાંબલી પ્રખ્યાત દેશભક્તિ ગીત 'ચક દે ઈન્ડિયા' પર ડાન્સ કરતો પણ જોવામાં મળ્યા હતા.


સચિન અને હું બાળપણથી જ આ કરતા આવ્યા છીએ- કાંબલી

સચિન અને હું બાળપણથી જ આ કરતા આવ્યા છીએ- કાંબલી

સન્માન સમારોહ દરમિયાન, કાંબલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીના જૂના દિવસો યાદ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, 'મને યાદ છે કે મેં વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે મારી પહેલી બેવડી સદી ફટકારી હતી અને ત્યારબાદ મેં મારા કારકિર્દીમાં ઘણી વધુ સદીઓ ફટકારી હતી.' જો કોઈ મારી કે સચિન તેંડુલકરની જેમ ભારત માટે રમવા માગે છે, તો હું સલાહ આપીશ કે તમારે સખત મહેનત કરતા રહેવું જોઈએ અને ક્યારેય તે કરવાનું બંધ ન કરવું જોઈએ કારણ કે સચિન અને મેં બાળપણથી જ આવું જ કર્યું છે.

સમારોહમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ હાજરી આપશે

આ સમારોહ એક અઠવાડિયા સુધી ચાલશે. આગામી દિવસોમાં સચિન તેંદુલકર, રોહિત શર્મા અને દિલીપ વેંગસરકર જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ તેમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં હાજરી આપવાના અન્ય મોટા નામોમાં પૂર્વ ભારતીય કેપ્ટન રવિ શાસ્ત્રી, અજિંક્ય રહાણે, વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રાષ્ટ્રીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન ડાયના એડુલ્જીનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top