India Vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા છોડો, આ ટીમ પણ WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, જાણો શું છે સમીકરણ
WTC 2025 Final Qualification scenarios: મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઇ હતી, જેનું પરિણામ યજમાન ટીમના પક્ષમાં આવ્યું હતું. બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
અગાઉ, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને આગામી વર્ષે જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પ્રથમ વખત પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સાઉથ આફ્રિકા ફાઇનલમાં પહોંચવાની સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર સિડની ટેસ્ટ હવે બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઇ છે. હવે બેમાંથી એક જ ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી શકશે.
ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારતે કોઇપણ ભોગે સિડની ટેસ્ટ જીતવી પડશે અને આશા છે કે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે શ્રીલંકામાં એક પણ જીત ન મળે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટ જીતતાની સાથે જ ફાઇનલમાં પહોંચી જશે. જો કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય એક અન્ય ટીમ પણ ફાઇનલની રેસમાં છે, જેની ખૂબ ઓછી ચર્ચા થઇ રહી છે. આ ત્રીજી ટીમ છે, શ્રીલંકા, જે હજુ પણ WTC ફાઇનલની રેસમાં છે.
દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી ગયા બાદ, શ્રીલંકાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચવાની તકો નોંધપાત્ર રીતે ઘટી ગઇ છે, પરંતુ હજુ સુધી તે સંપૂર્ણપણે ખતમ થઇ નથી. શ્રીલંકાએ 3 જાન્યુઆરી 2025થી સિડનીમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ મેચના પરિણામ માટે રાહ જોવી પડશે. શ્રીલંકાની PTC હાલમાં 45.45 છે અને તેણે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. શ્રીલંકા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
વાસ્તવમાં, સિડની ટેસ્ટનું પરિણામ શ્રીલંકાની આશા પર પાણી ફરવી દેશે કારણ કે જો આ મેચ ડ્રો થશે તો જ શ્રીલંકાની ફાઇનલમાં જવાની આશા જીવંત રહેશે. જો સિડની ટેસ્ટનું પરિણામ ડ્રો સિવાય બીજું કંઇ હશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં શ્રીલંકાની સફર અહીં જ સમાપ્ત થઇ જશે અને પછી ફેબ્રુઆરી 2025માં ઓસ્ટ્રેલિયા સામેની 2 મેચોની ટેસ્ટ શ્રેણી માત્ર ઔપચારિકતા બનીને રહી જશે.
શ્રીલંકા માટે WTC 2023-25 ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવવાનો એકમાત્ર રસ્તો ઓસ્ટ્રેલિયા સામેની તેની બંને ઘરેલુ ટેસ્ટ મેચ જીતવાનો અને સિડની ટેસ્ટમાં ડ્રો થવાની આશા છે. ત્યારબાદ શ્રીલંકા 53.85 PCT સાથે ટેબલમાં સ્થાન મેળવશે, જ્યારે ઓસ્ટ્રેલિયાનું PCT 53.51 અને ભારતનું PCT 51.75 રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp