Mahakumbh 2025: સ્ટીવ જૉબ્સે પોતાના પત્રમાં કુંભ મેળા અંગે એવું તો શું લખ્યું હતું કે 4.32 કરોડ રૂપિયાની લાગી બોલી
Steve Jobs Letter: એપલના સહ-સ્થાપક સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ દેશના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાથી એક મહા કુંભ મેળામાં પહોંચી છે. પ્રયાગરાજમાં તેમના આગમન અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે લૉરેને તેના પતિની ઇચ્છા પૂરી કરી છે. વાસ્તવમાં, વર્ષ 1974માં, સ્ટીવ જૉબ્સે કુંભ મેળામાં સામેલ થવા માટે એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ કુંભ મેળા માટે ભારત જવા માગે છે. આ પત્ર 4.32 કરોડ રૂપિયામાં વેચાયો છે.
એપલના સહ-સ્થાપક સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ પ્રયાગરાજ પહોંચી, જ્યાં તેમનું નામ કમલા રાખવામાં આવ્યું. મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર, તેમણે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિના શિબિરમાં પૂજા કરી. જોકે, તેની ખરાબ તબિયતને કારણે, પાવેલ સંગમમાં અમૃત સ્નાન કરી શકી નહીં. કૈલાશાનંદ ગિરીએ થોડા સમય પહેલા લૉરેન પૉવેલને પોતાની શિષ્યા બનાવી છે.
VIDEO | Maha Kumbh 2025: American businesswoman Laurene Powell Jobs (@laurenepowell) visits Niranjani Akhara in Prayagraj, Uttar Pradesh.#MahaKumbh2025 #Kumbh2025(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Dak55I5tJA — Press Trust of India (@PTI_News) January 12, 2025
VIDEO | Maha Kumbh 2025: American businesswoman Laurene Powell Jobs (@laurenepowell) visits Niranjani Akhara in Prayagraj, Uttar Pradesh.#MahaKumbh2025 #Kumbh2025(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Dak55I5tJA
વિશ્વભરમાં પ્રખ્યાત કુંભ મેળાની મુલાકાત લેવાની સ્ટીવ જૉબ્સની પણ યોજના હતી. જેનો ઉલ્લેખ તેમણે વર્ષ 1974માં લખેલા એક પત્રમાં કર્યો છે. તેમનો આ પત્ર 4.32 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ વાતને ધ્યાનમાં રાખીને, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પત્નીએ અહીં આવવાની તેમની ઇચ્છા પૂરી કરી છે. આ પત્ર જૉબ્સના 19મા જન્મદિવસ પર લખાયો હતો અને તે તેમના બાળપણના મિત્ર ટિમ બ્રાઉન માટે હતો.
જોબ્સે કુંભ મેળામાં હાજરી આપવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ઘણી વાર રડ્યા હતા. હું એપ્રિલ મહિનામાં શરૂ થતા કુંભ મેળા માટે ભારત જવા માગુ છું. હું માર્ચમાં કોઈક વાર જઈશ,અત્યાર સુધી નિશ્ચિત નથી. તમે ક્યારે મળશો? પત્રના અંતે તેણે પોતાના નામ સાથે 'શાંતિ' લખ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp